WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

બોટાદના લાઠીદડમાં ડુપ્લીકેટ બીડીનો પર્દાફાશ:કંપનીના પ્રતિનિધિ અને પોલીસની તપાસમાં 12 બાંધા મળ્યા, બે શખ્સો સામે ગુનો દાખલ

બોટાદ જિલ્લાના લાઠીદડ ગામમાં ડુપ્લીકેટ બીડીનું વેચાણ થતું હોવાનો પર્દાફાશ થયો છે. ચારભાઈ બીડી કંપનીના પ્રતિનિધિ અને બોટાદ રૂરલ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને લાઠીદડ ગામની એક દુકાનમાં તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન દુકાનમાંથી ડુપ્લીકેટ ચારભાઈ બીડીના 12 બાંધા મળી આવ્યા હતા.
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં મુકેશભાઈ ચમનભાઈ જાખણીયાની અટકાયત કરી હતી. તપાસ દરમિયાન એ પણ બહાર આવ્યું કે, બોટાદમાં રહેતા ઈરફાનભાઈ શરીફભાઈ પણ આ ડુપ્લીકેટ બીડીના વેચાણમાં સંડોવાયેલા છે.
ચારભાઈ બીડી કંપનીના પ્રતિનિધિએ બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે મુકેશભાઈ જાખણીયા અને ઈરફાનભાઈ શરીફભાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો