WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

સૌરાષ્ટ્રભરમાં સળંગ 13 વર્ષથી આરોગ્ય સેવા સાથે સંકળાયેલા ફખરૂદ્દીનભાઈ ભારમલનું સન્માન

સૌરાષ્ટ્રભરમાં સળંગ 13 વર્ષથી આરોગ્ય સેવા સાથે સંકળાયેલા ફખરૂદ્દીનભાઈ ભારમલનું સન્માન 

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના અનેકાએક ગામોમાં રાજકોટની શ્રેષ્ઠ આરોગ્ય સંસ્થા સાથે જોડાય અતિ વ્યસ્તતા વચ્ચે પણ માનવ શરીરના અનેક અવયવોના કૅમ્પો યોજનારા ફખરુદ્દીનભાઈ અબ્દુલ્લાભાઈ ભારમલ (સાયકલવાળા મો.9824482390) નું તાજેતરમાં દાઉદી વ્હોરા સમાજના 53માં ધર્મગુરુ નામદાર ડો. સૈયદના આલિકદર મુફદ્દલ સૈફૂદ્દીન (ત.ઉ.શ.) ની રજા મુબારકથી તેમનાં પ્રતિનિધિ આમીલ સાહેબએ નુર મસ્જિદ ખાતે શાલ ઓઢાડી અનેક લોકોની હાજરીમાં અભૂતપૂર્વ અને ઐતિહાસિક સન્માન કર્યું હતું.
આ તકે ફખરુદ્દીનભાઈ એ સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો જેમનું સન્માન થયું તે ફખરુદ્દીનભાઈ વેપાર સાથે સંકળાયેલા હોવા છતાં તેમાંથી સમય કાઢી છેલ્લાં 13 વર્ષથી જુદી જુદી હોસ્પિટલોના નામાંકિતોને સાથે રાખી રાજકોટ મોરબી જામનગર જસદણ જેવા સૌરાષ્ટ્રના ગામોમાં આરોગ્ય કૅમ્પો યોજી અનેક દર્દના દર્દીઓને રાહત પહોંચાડી છે તેમનું આ સન્માન થતાં કાળઝાળ બફારા ગરમીમાં ઠંડી ઠંડી શુભેચ્છા વરસી રહી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો