WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સ્વૈચ્છિક રક્તદાતાઓએ સવારથી જ દેશપ્રેમ વહાવ્યો

જસદણની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સ્વૈચ્છિક રક્તદાતાઓએ સવારથી જ દેશપ્રેમ વહાવ્યો 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આજે યુદ્ધની પરિસ્થિતિના કારણોસર તાલુકા આરોગ્ય અને વહીવટી તંત્ર દ્વારા બીજો રક્તદાન કેમ્પ યોજાયો જેમાં પ્રારંભથી સ્વૈચ્છિક રક્તદાતાઓ ઉમટી પડી દેશપ્રેમની જોળી છલકાવી દીધી હતી હાલમાં વર્ષો પછી પાકિસ્તાનની નાલાયકીને કારણે ભારત દેશએ યુદ્ધ છેડવાનું ફરજિયાત બન્યું હોય તેથી સ્વભાવિક છે કે આવા માહોલમાં ઘાયલો માટે લોહીની જરૂરિયાત ઉભી થાય તે અનુલક્ષીને જસદણની સરકારી હોસ્પિટલમાં આજે બીજો સ્વૈચ્છિક રકતદાન કેમ્પ યોજવામાં આવ્યો.

જેમાં આજે જસદણના આજે દેશપ્રેમી રક્તદાતાઓએ પોતાનું રક્ત દેશ માટે આ કટોકટીની ઘડીમાં ઉપયોગમાં આવે તે માટે ખાસ સમય ફાળવી રકતદાન કરી દેશપ્રેમ છલકાવ્યો હતો 
રકતદાન કેમ્પ અંગે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીના વડપણ હેઠળ જિલ્લાભરમાં રકતદાન કૅમ્પોનું આયોજન પૈકી જસદણ શહેરમાં આજે બીજી વખત થયું.
આ કાર્યમાં અમોએ તન મન અને ધનથી જબરજસ્ત સહકાર એટલા માટે આપ્યો કે હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં દુનિયાના અનેક દેશોમાં પાકિસ્તાની આતંકવાદીઓએ અત્યાર સુધીમાં હજજારો નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારી દીધાં છે તેના પર લગામ લગાવવા આપણા દેશના ડાયનેમિક વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાકિસ્તાન સામે યુદ્ધ આદરી આંતકવાદ નેસ્તનાબુદ થાય તે માટે રાત દિવસ ઉજાગરા કરી દેશના આ નરબંકાએ થોડાં કલાકોમાં આંતકવાદીઓના આકાઓને રીતસર ધ્રુજાવી દીધાં છે ત્યારે અમે દેશ માટે ફૂલ નહી તો પાંખડી રુપે યોગદાન આપ્યું છે આજના કેમ્પ અંગે લોકો રક્તદાન કરવા પ્રેરાય તે માટે સોશ્યલ મીડિયા ગજવી મૂક્યુ એટલું જ નહીં પણ અમારા નગરપાલિકાના સભ્યો તમામ સંગઠનના હોદ્દેદારો કાર્યકરોએ રક્ત આપી આયોજકોને ગર્વભેર શાબાશી આપી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો