જસદણમાં શનિવારે સિવિલ હોસ્પિટલમાં રકતદાન કેમ્પમાં વધું ને વધું સ્વૈચ્છિક રક્તદાતાઓ ઉમટી પડે: જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ શહેરની સિવિલ હોસ્પિટલમાં તા.10 મે 2025ને શનિવારના રોજ સવારે 10 કલાકથી સાંજના 5 કલાક સુધી તાલુકા આરોગ્ય અને વહીવટી તંત્ર દ્વારા એક બીજો રકતદાન કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં દરેક જસદણવાસીઓ રક્તદાન કરવા માટે ઉમટી પડે એવી જાહેર અપીલ જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ કરી હતી તેમણે જણાવ્યું હતું કે હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થીતિના કારણોસર રક્તની જરૂરીયાતને ધ્યાને લઈને આ બીજો કેમ્પ તાત્કાલિક ધોરણે યોજવામાં આવ્યો છે પ્રથમ કૅમ્પમાં અનેક લોકોએ રકતદાન કરી દેશપ્રેમ દાખવ્યો હતો બીજા આજના કેમ્પમાં લોકો વધું ને વધું ઉમટી પડે એવી મારી એક દેશના એક નાગરિક તરીકેની મારી નમ્ર જાહેર અપીલ છે.