હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના દેવપરા ગામનો વૈકુંઠ ધીરૂભાઈ જતાપરા નામનો યુવાન નડાળા ગામની સીમમાં પોતાની વાવવાની ભાગીદારીમાં જમીન સમથળ કરવાનું કામ કરી રહ્યો હતો ત્યારે અકસ્માતે રોટર વેટર નીચે આવી જતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
આ બનાવથી દેવપરા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી મૃતક વૈકુંઠ મળતાવડા સ્વભાવનો હોય તેને બે પુત્રો સગીર વયના હોય તેઓએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું આ બનાવથી શોકભીની લાગણી ફેલાઈ હતી.