જસદણના બોધરાવદર ગામે વાડીમાં જુગાર રમતાં રાજકોટના છ શખ્સોને ઝડપી લીધાં
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ભાડલા પોલીસે બોઘરાવદર ગામે વાડીમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા રાજકોટના ૬ શખ્સોને ઝડપી લીધા હતા. મળતી વિગતો મુજબ બોઘરાવદર ગામ, રણજીતગઢ ગામ જવાના જુના રસ્તે નિતેશ બચુભાઇ ખુંટની વાડીએ લીમડાના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા ભાડલા પોલીસે રેઇડ કરી જુગાર રમતા (૧) નિતેશ બચુભાઇ ખુંટ ધંધો.ખેતી રહે.હાલ રાજકોટ, કોઠારીયા મેઇન રોડ, નિલકંઠ પાર્ક, બ્લોક નં.સી-૯૬/૧, (ર) અનિરૂધ્ધ ભીમજીભાઇ કાકડીયા ધંધો.ખેતી રહે.રાજકોટ, શ્રીરામ પાર્ક, હરીધવા રોડ, શેરી નં.૮, (૩) ગણેશ માવજીભાઇ પરસાણા ધંધો.વેપાર રહે.રાજકોટ, કોઠારીયા મેઇન રોડ, દેવપરા, વિવેકાનંદનગર, શેરી નં.૧, પિતૃકૃપા, (૪) મનીષ જેરામભાઇ ખુંટ ધંધો.ગેરેજનો રહે.રાજકોટ, કોઠારીયા મેઇન રોડ, પુનીત સોસાયટી, ૫૦ ફુટનો રોડ, (પ) રાકેશ છગનભાઇ શિયાણી ધંધો.મજુરી રહે.રાજકોટ કોઠારીયા મેઇન રોડ, સાધના સોસાયટી, શેરી નં.૧ તથા (૬) નીંકુજ બાવાભાઇ પરસાણા ધંધો.વેપાર રહે.રાજકોટ કોઠારીયા મેઇન રોડ, રામપાર્ક, શેરી નં.૪ને રોકડા રૂા.૨૪,૧૪૦ તથા ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.