આપણી આસપાસ કેટલીક કિંમતી વસ્તુઓ છે. પણ આપણને આ ચીજ વસ્તુઓની કદર નથી. કેમ કે આ ચીજો આપણને સ્પર્શતી છે છતાં આપણે એની ઉપર બહુ ધ્યાન આપતા નથી.
દુનિયાની સૌથી મહત્વની સોફ્ટ ડ્રીંક છે પાણી પણ આપણે એને કદી મહત્વ આપ્યું જ નથી કારણ કે પાણી મફત મળે છે જો કે હવે પાણી પણ વેચાતું લેવું પડે એવા દિવસો છે. દુનિયામાં સૌથી સાચો સ્નેહ પ્યાર મમતા માતાપિતાનો હોય છે પણ આપણે એ પ્યાર મમતાને નજર અંદાજ કરતા રહીએ છીએ કેમ કે માતાપિતાનો સ્નેહ મમતા હુંફ લાડ પ્યાર બધું આપણને મફત મળે છે. માતાપિતાની કદર આપણને ત્યારે થાય છે જ્યારે આપણે પિતા બનીએ છીએ પણ ત્યારે આપણી પાસે માતાપિતા હોતા નથી. બહુ દુર ચાલ્યા ગયા હોય છે.
દુનિયામાં સૌથી મોટું એ. સી. હવા છે પણ આપણે એની કદર કરતા નથી એનું મહત્વ સમજતા નથી. કારણ કે હવા આપણને મફત મળે છે .
દુનિયાની સૌથી વધુ મહત્વ સમયનું છે પણ આપણને એની પણ કદર કરતા નથી જોઈએ તેટલું મહત્વ આપતા નથી.
દુનિયાનું સૌથી મોટું ચેન સુકુન ઉંઘ છે પણ આપણે એને પણ મહત્વ આપતા નથી કેમ કે પણ આપણને મફત મળે છે .
દુનિયાની સૌથી મોટી ભેટ હાસ્ય છે પણ આપણે જાણે સાચું હસવાનું જ ભુલી ગયા છે. એકબીજા સામે મળે ત્યારે હસીને ઉમળકાથી સ્વાગત કરવાનું જ ભુલી ગયા છે કેમ કે હસવા માટે હાસ્ય માટે આપણે કોઈ પૈસા આપવા પડતા નથી . હાસ્ય મફત છે એટલે આપણે હસતા નથી .
દુનિયામાં જે ચીજ વસ્તુઓ માટે પૈસા ખર્ચવા પડે છે તેની પાછળ આપણે પડીએ છીએ એને મહત્વ આપીએ છીએ મફત મળે એની કદર કરતા નથી.
હવા પાણી સમય હાસ્ય વગર એક કલાક પણ કાઢવો મુશ્કેલ છે. હાસ્ય મજાક મસ્તી આપણને હળવાફૂલ બનાવે છે.
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત
૮૨૦૦૧૩૧૪૫૫