WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં દારૂડિયા શખ્સએ ભારે કરી દારૂ ઢીંચી ઝાડ પર લટકી જતાં રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
 નશો નાશનું મુળ છે એ બધા જાણે છે આમ છતાં શોખીનો હોય એ નશો કરતાં રહે છે. પરંતુ ઘણીવાર નશામાં લોકો ભાન ભુલી જતાં હોય છે અને ન કરવાનું કરતાં હોય છે. આવા જ એક બનાવમાં એક યુવાને તેના કહેવા મુજબ પહેલી જ વખત દારૂ ઢીંચ્‍યા બાદ ભાન ભુલી જતાં ચુંદડી બાંધી ઝાડવે લટકી ગયો હતો. જો કે પત્‍નિ જોઇ જતાં જીવ બચાવી લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ જસદણમાં લાલભાઇની વાડીમાં રહી મજૂરી કરતો રમેશ કેન્‍દુભાઇ દેવકા (ઉ.વ.૩૦) નામનો યુવાન સાંજે આઠેક વાગ્‍યે બહારથી ઘરે આવ્‍યા બાદ ઘર પાસે ઝાડમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બરાબર આ વખતે જ તેની પત્‍નિ રેખા બહાર આવતાં તે જોઇ જતાં દેકારો મચાવતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને રમેશને બચાવી લીધો હતો. જસદણ હોસ્‍પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં રાજકોટ પોલીસે જસદણ પોલીસને જાણ કરી હતી.

રમેશના કહેવા મુજબ તે મુળ એમપીનો વતની છે. સંતાનમાં બે પુત્રી અને બે પુત્ર છે. પોતે બે બહેનનો એક જ ભાઇ છે. પહેલી જ વખત ગત સાંજે મિત્રની સાથે દારૂ પી લીધો હતો. એ પછી ભાન ભુલી જતાં લટકી ગયો હતો. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો