પપ્પા ખરેખર આ ધરતી પરના ફરિશ્તા છે. જે રાતદિવસ ચુપચાપ પોતાનું કામ કરીશ કરે છે . પપ્પા પાસે અઢળક લાગણીઓ છે હેત છે પ્યાર છે. પણ પપ્પા કોઈ દિવસ આ બધું વ્યક્ત કરતા નથી. એમની પાસે કદાચ બધું વ્યક્ત કરવા શબ્દો જ નથી. પપ્પા કોઈ દિવસ બોલીને પ્રેમ બતાવતા નથી. એ તો તમેં સુઈ ગયા હોય ત્યારે ચુપચાપ અવાજ કર્યા વગર તમારા રૂમમાં તમારી પાસે આવી તમારા માથા પર હાથ ફેરવી ચાલ્યા જાય છે ક્યાંક તમે ઉંઘમાંથી ઊઠી ના જાવ એની કાળજી પપ્પા લે છે. તમે સુતા હોય તો વાતો પણ ધીમે ધીમે કરે છે.
પપ્પાને ખાલી એક દિવસ સન્માન આપવાનું નથી. પપ્પાને ૨૪/૭ સન્માન આપવું ખુબ જ જરૂરી છે.પપ્પા એક પહાડ જેટલા મજબુત હોય છે તમે કદી તમારા પપ્પાને રડતા જોયા છે ? નહી ને. તમને યાદ કરશો તો પણ યાદ નહી આવે. પપ્પા મજબુત અને પોલાદી હોય છે. માતાની ભુમિકા જેટલી મહત્વની છે એટલી જ પપ્પાની ભુમિકા મહત્વની છે.
એક પપ્પા જ હોય છે જે દિવસ રાત તાપ તડકો ઠંડી ગરમી વરસાદ સહન કરીને પણ પોતાના બાળકોના ઉચ્ચ ભવિષ્ય માટે તનતોડ રાત દિવસ મહેનત કરે છે. પોતાના સુખ શાંતિનો ત્યાગ કરીને બાળકો માટે કાળી મજુરી કરે છે.
એક પપ્પા જ હોય છે જે હંમેશા પોતાનું બાળક આગળ વધે ખુબ જ સફળ થાય અને સારામાં સારું જીવન જીવે એ માટે સતત અવરીત કોઈ પણ સ્વાર્થ વગર બાળકો માટે કામ કરતા રહે છે.
એક બાળક પપ્પાની હાજરીમાં પોતાને સલામત અને સુરક્ષિત માને છે . પપ્પા તો નારિયેળ જેવા હોય છે. બહારથી કડક અંદરથી નરમ હોય છે . પિતા એ ઘરની મજબુત દીવાલ હોય છે જેની અંદર આખો પરિવાર સલામત અને સુરક્ષિત હોય છે.
પપ્પાથી બાળકનું જીવન અનેક રંગોથી રંગાયેલું રંગીન હોય છે. આજે તમે જ્યાં ઊભા છો એમાં તમારી માતાજી અને પપ્પાનો અનન્ય અતુલ્ય ફાળો છે એ વાત ખાસ યાદ રાખવા જેવી છે
પપ્પાના હોવા માત્રથી કોઈ પણ મુશ્કેલી આપણી તરફ આવતી જ નથી . પપ્પાનો પ્રેમ જોઈ કે સાંભળી ના શકાય ફક્ત અને ફક્ત અનુભવી શકાય
પોતાની જરૂરિયાતોને બાજુ પર મુકી બધાના શોખ પુરા કરવા એ આવડત તો ખાલી પપ્પામાં જ છે . પપ્પાને કારણે આખા ઘરનું સંતુલન જળવાઈ રહે છે . પપ્પાનું યોગદાન નરી આંખે દેખાય નહી પરંતુ જ્યારે એનું ભાન થાય ત્યારે આપણે સ્તબ્ધ થઈ જઇએ છે.
પપ્પાનું મૌન દેખાય પણ એ મૌન પાછળ છુપાયેલો પ્રેમ જોવા પપ્પાને સમજવા પડે.
આખા દિવસના એ થાકેલા ઘરમાં પગ મુકે અને પપ્પા અવાજ સંભળાય જાણે આખા દિવસનો થાક ઉતરી જાય.
પપ્પાનું વ્યક્તિત્વ બસ એટલું જ કે એક સ્મિત સાથે બધી તકલીફો પોતાના નામે કરી બધી ખુશીઓ બાકી બધા માટે છોડી દેવી. પોતાની આખી જિંદગી બીજા માટે જીવવી . બધું જ બીજાના માટે કરી જવું એ પણ કોઈ પણ અપેક્ષા વગરકેવી રીતે પપ્પા આવું કરતા હશે ? કેટલો સંયમ કેટલી સમજદારી કેટલી તાકાત જોઈતી હશે આ બધા માટે.
પપ્પાની એક જ દિવસની દિનચર્યા જોજો પપ્પા કોને કહેવાય સમજ પડી જશે?
દુનિયાના બધા પપ્પાઓનાં ચરણોમાં કોટી કોટી વંદન.
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત..
૮૨૦૦૧૩૧૪૫૫