WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

તમે કયું. આર. કોડ દુકાન બહાર લગાવો છો?

આપણે ત્યાં કાયદાઓ અમલમાં છે. પણ ગુનેગારો જબરજસ્ત મગજ દોડાવી જાણે છે . આપણે ઠેર ઠેર કેબિન નાની હોટલ નાના લારીવાલા વેપાર કરે છે . સાંજના છેડે બે પૈસા કમાઈને પરિવારનું ગુજરાન ચલાવે છે. પાણીપુરી વડાપાઉં ચાહ ફાફડા સમોસા ખમણ લોચો પુરી લીંબુપાણી શેરડીનો રસ વિગેરે વેચે છે.

આ નાના વેપારીઓ પોતાની લારી કેબિન પર પૈસા લેવા માટે ક્યું આર કોડ સ્ટીકર લગાવે છે. ઘરાક આવે એટલે સ્ટીકર માં કોડ જોઈ પેમેન્ટ કરી દે છે 
હવે ભેજાબાજ ચાલબાજો એ આ કોડ ઉપર બરાબર એના માપનું જ સ્ટીકર ક્યું આર કોડ લગાવી દે છે. તમને પહેલી નજરમાં તો કઈ ફરક લાગે જ નહી સ્ટીકરની ઉપર બીજું એજ માપનું બરોબર સ્ટીકર લગાવી દે છે. પેમેન્ટ બધું પેલા ચાલબાજોના ખાતામાં જાય છે તમને આ ચાલાકી ખબર પડે ત્યાં સુધી ઘણું બધું પેમેન્ટ પેલાના ખાતામાં જમા થઈ જાય છે. આપણા ખાતામાં કોઈ પેમેન્ટ જમા થતું જ નથી.
આવા બનાવો એવા વેપારીઓ સાથે બને છે જે પોતાની લારી કેબિન પર દીવાલ પર કયું આર કોડ લગાવે છે લારી કેબિન ગલ્લા બંધ થયા પછી જે જે કયું આર કોડ બહારની બાજુએ લાગ્યા હોય છે એની પર મોડી રાતે એજ માપનું બીજું સ્ટીકર લાગી જાય છે આવું એક બે નહી ઘણી જગ્યા પર બન્યું છે 
જે વેપારીઓ દુકાનદારો લારી કેબિન ગલ્લા બાંકડાની દુકાનના બહાર ક્યું આર કોડ લગાવે છે તે તાત્કાલિક એ કયું આર કોડ કાઢી નાખે લારી કેબિન ગલ્લાની અંદરની બાજુએ લગાવે રાતે વેપાર બંધ કરે ત્યારે કયું આર કોડ અંદર લઈ લે રાતે બહાર દેખાય નહી એ રીતે કયું આર કોડ રાખે નહી તો તમારી મહેનત ખુનપસીનાના રૂપિયા તમારી નજર સામે જ બીજાના ખાતામાં જમાવી થઈ જશે. ધ્યાન રાખજો.
બીજા તમારા વેપારીઓ મિત્રોને પણ ફોન કરી રૂબરૂ મળી સાવધ કરી દેજો નહી તો એમના રૂપિયા બીજાના ખાતામાં જમા થઈ જશે.
લોકો કેવી કેવી રીતે છેતરપિંડી કરે છે. આ એક શીખવા જેવો સમજવા જેવો સબક છે સાવધાન 
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા 
સુરત.
૮૨૦૦૧૩૧૪૫૫

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો