ભાવનગર પંથકની અપહૃત સગીરા તથા તેનું અપહરણ કરનાર આરોપીને જસદણ પોલીસે ઝડપી લીધા હતાં.
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ પોલીસ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન તેઓને ચોક્કસ હકીકત મળેલ કે ભાવનગર જીલ્લાના નીલમબાગ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૫૦૨૬૫/૨૦૨૫ બી.એન.એસ એકટ ૨૦૨૩ ની કલમ-૮૭,૧૩૭(૨) મુજબના ગુનાનો આરોપી તથા ભોગ બનનાર જસદણ પો.સ્ટે. વિસ્તારમા વડોદ ગામે હોય જેથી જસદણ પોલીસે વડોદ ગામેથી આરોપી નમન સ/ઓ તુષારભાઇ નારણદાસ હરીયાણી ઉ.વ.૨૩ ધંધો.મજુરી રહે.આનંદનગર રામેશ્વર મંદિર પાસે હુડકો-૨૬૪ ભાવનગર તથા ભોગબનનાર બાળા ને શોધી કાઢી તેઓને જસદણ પો.સ્ટે. ખાતે લઈ આવી આગળની કાર્યવાહી સારૂ ભાવનગર નીલમબાગ પો.સ્ટે. ખાતે જાણ કરેલ છે.