જસદણ સ્વછતામાં રાજકોટ જિલ્લામાં ત્રીજા નંબર પર આવતાં શહેર પ્રમુખ વિજયભાઈ રાઠોડનો આવકાર
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ 2024 ની યાદી જાહેર કરાઈ છે. આ યાદીમાં રાજકોટ ઝોનમા મીડીયમ શહેરમા ગોંડલ પ્રથમ, જસદણ ત્રીજા સ્થાને તથા ધોરાજી ચોથા રેન્ક પર ઉત્તીર્ણ જાહેર થયા છે જેમાં જસદણ શહેર ત્રીજા ક્રમાંક પર આવતાં જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ આવકારી અભિનંદન પાઠવ્યાં હતાં વિગતે જોઈએ તો
કેન્દ્ર સરકારે સ્વચ્છ સર્વેક્ષણ 2024ની યાદી જાહેર કરી છે. આ યાદીમાં રાજકોટ ઝોનમાં રાજકોટ જિલ્લાના ગોંડલનો પ્રથમ રેન્ક, જસદણનો ત્રીજો, ધોરાજીનો ચોથો, ઉપલેટાનો છઠ્ઠો રેન્ક, જેતપુરનો સાતમો તેમજ ભાયાવદરનો 15મો રેન્ક જાહેર થયો છે.
આ ઉપરાંત રાજ્ય અને નેશનલ લેવલના રેન્ક તેમજ ટોટલ 12500 સ્કોરમાંથી મેળવેલા સ્કોરની યાદી પણ આ સાથે જાહેર કરાઈ છે, જેમાં મીડીયમ સિટીમાં ગોંડલ સમગ્ર રાજ્યમાં 35 માં સ્થાનનો અને રાષ્ટ્રીય સ્તરે 98 માં સ્થાને રહી 9100 સ્કોર મેળવ્યો છે.
નાના સિટીમાં જસદણ રાજ્યમાં 50 માં રેન્કમા તેમજ રાષ્ટ્રીય લેવલે 138 રેન્ક મેળવી 8891 સ્કોર પ્રાપ્ત કર્યો છે.મીડીયમ સિટીમાં ધોરાજી રાજ્ય કક્ષાએ 64 રેન્ક, રાષ્ટ્રીય લેવલે 150 રેન્ક મેળવી 8583 સ્કોર હાંસલ કર્યો છે. મીડીયમ સિટીમાં ઉપલેટાએ રાજ્યમાં 83 મો રેન્ક, રાષ્ટ્રીય લેવલે 185 ક્રમે રહી 8298 સ્કોર મેળવ્યો છે.
રાજકોટ ઝોનમાં સાતમા ક્રમે આવેલ જેતપુર મીડીયમ સિટીમાં રાજ્ય લેવલે 96 મો રેન્ક તેમજ રાષ્ટ્રીય લેવલે 206 રેન્ક પ્રાપ્ત કરી 8097 સ્કોર મેળવ્યો છે. આ ઉપરાંત રાજકોટનું ભાયાવદર ખૂબ નાના શહેરોમાં રાજ્ય લેવલે 130 મો ક્રમ, નેશનલ લેવલે 616 ક્રમે રહી 7382 સ્કોર મેળવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2024 માટે શહેરોના સર્વેક્ષણ માટે ફીલ્ડ વિઝીટ કરવામાં આવી હતી. જેમા શહેરો માટે 12500 સ્કોર રાખવામા આવ્યો હતો. જેમાં શહેરોએ પ્રાપ્ત કરેલ લક્ષ્યાંકો મુજબ સ્કોર આપવામાં આવ્યા હતા.