જસદણ નગરપાલિકામાં સફાઈ કરવાનું નવું નક્કોર મશીન પર જ ભ્રષ્ટાચારની ધુળ ચડી ગઈ છે: અપક્ષ સભ્ય સુરેશ છાયાણી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકામાં ગેરરીતિના કૌંભાંડો,સમસ્યાઓ સતત વહેતી રહે છે ત્યારે જસદણ નગરપાલિકાના પુર્વ ચીફ ઓફિસર રાજુ શેખએ રાબેતા મુજબ પોતાના વતનમાંથી ખરીદ કરેલ નવું નક્કોર સફાઈ મશીન પર ભ્રષ્ટાચારની ધુળ ચડી જતાં આ મશીનનો કોઈ ઉપયોગ ન થયો હોય એમ જસદણ નગરપાલિકાના અપક્ષ સભ્ય સુરેશભાઈ નથુભાઈ છાયાણીએ જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે જસદણ નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓનો આત્મા મરી પરવાર્યો હોવાથી અનેક બાંધકામો કોન્ટ્રાક્ટરો નબળા કરી રહ્યાનું લોલમલોલ ચાલી રહ્યું છે બીજી બાજુ હાલ જસદણનો વ્યાપ અને વિસ્તાર વધતાં હોવા છતાં સફાઈ કામગીરી માટે લાખો રૂપિયાના ખર્ચે ખરીદેલ સફાઈમશીનનો ઉપયોગ કરવામાં નહી આવતાં લોકોના વેરામાંથી આવેલ લાખો રૂપિયા ચીફ ઓફિસરએ શા માટે બરબાદ કર્યા? એવો લાખ મણનો સવાલ સુરેશભાઈ એ કર્યો હતો તેમણે વધુમાં જણાવ્યું હતું કે જસદણ નગરપાલિકાના એક પણ કામમાં ભલીવાર નથી રોડ બનાવે તો થોડા દિવસોમાં તૂટી જાય છે અન્ય બાંધકામોમાં પણ લોટ પાણી અને લાકડા હોય છે આમ છતાં પાલિકાના જવાબદારો કોન્ટ્રાક્ટરોના બિલો પાસ કરી મોજમજા કરી પ્રજાના પૈસાનું નખ્ખોદ વાળી રહ્યાં છે ત્યારે લાખો રૂપિયાના ખર્ચનું આ નવુ નક્કોર સફાઈ મશીન ઉપયોગમાં લઈ શહેરમાં નકકર સાફ સફાઈ કરે એવી માંગ કરી છે.