જસદણમાં રવિવારે દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં આગામી તા.20 જુલાઈ 2025ને રવિવારના રોજ સવારે 9 કલાકે જસદણના વીંછિયા રોડ પર આવેલ સોની સમાજની વાડી ખાતે જસદણ દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સમાજના તેજસ્વી છાત્રોનો એક સન્માન સમારોહ યોજાશે જેમાં તાજેતરમાં પાસ થઈ ઉચ્ચ ગુણાંક મેળવેલ વિધાર્થીઓનું ખાસ સન્માન કરવામાં આવશે જે અંગે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે આ સમારોહ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રભરમાંથી સંતો, મહંતો, વડીલો, આગેવાનો, હોદ્દેદારો,પત્રકારો, અને મહિલા આગેવાનો સહિત વિવિધ સંસ્થાઓના મોભીઓ અને કાર્યકરો પણ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં ઉપસ્થિતોની પાણી થી લઈને આરોગ્ય સુધીની વ્યવસ્થા દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા કરવામાં આવી હોવાનું પ્રમુખ પ્રતાપગીરી ઓતમગીરી ગોસાઈ (મો.9824220881) એક યાદીમાં જણાવ્યું છે.