પવિત્ર મોહરમ માસ ચાલી રહ્યો છે. દાઉદી વોહરા સમાજ માત્ર સુરત જ નહી ગુજરાત જ નહી ભારત જ નહી આખી દુનિયામાં આ મોહરમના દસ દિવસ કામ ધંધો વેપાર બંધ રાખે છે નોકરીવાલા નોકરીમાંથી રજા લે છે.વિદ્યાથીઓ શાળા કોલેજમાંથી રજા લે છે.
દાઉદી વોહરા વેપારી અને શાંતિપ્રિય પ્રજા છે.આ દસ દિવસ આખી દુનિયાના દાઉદી વોહરા લોકો સફેદ કપડાં પહેરી સવાર સાંજ ધાર્મિક કાર્યક્રમોમાં હાજર રહે છે. આ લોકોમાં શિસ્ત સદાચાર ભાઈચારો સંપ અને એકતા આંખે ઊડીને વળગે એવો હોય છે
અમીર ગરીબ નાનામોટા બધા એક જ સાથે સફેદ કપડામાં હાજર હોય છે.
હાલ ચેન્નાઈમાં ડોક્ટર આલિક્દર સૈયદના સાહેબ વાએજ ફરમાવી રહ્યા છે. દેશ વિદેશના લાખો લોકો એમાં હાજર છે.
દરેક ઠેકાણે સવાર સાંજ બન્ને સમય ભોજનની સમુહ ભોજનની વ્યવસ્થા હોય છે.
આખી દુનિયામાં ભોજનનું એક જ મેનૂ હોય છે. લાખો લોકો શિસ્તબદ્ધ રીતે ભોજન લે છે ક્યાં કોઈ અરાજકતા કે ધક્કામુક્કી નહી ભોજનમાં અનાજનો એક દાણો પણ દાઉદી વોહરા સમાજ વેસ્ટ કરતો નથી બગાડતો નથી. આ સમાજને એક સાથે સમુહમાં ભોજન કરતો જોવો એ પણ એક લ્હાવો છે.
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત
૮૨૦૦૧૩૧૪૫૫