WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

આ જ તો ભારતની આન બાન શાન છે

આજે જ્યારે બધા પોતાનો ફાયદો જોઈ રહ્યા છે તે વખતે એક ઇન્સાનિયત ભાઈચારો અને કોમી એકતાનો ઉદાહરણરૂપ કિસ્સો સામે આવ્યો છે.
થોડા વરસો પહેલા લોહાણા સમાજના એક વડીલ જ્યોતિબેન ત્રિભોવનદાસ માઘવાણી આઝાદ ચોકમાં મેમણ ઇમરાનની દુકાન આગળ અચાનક પડી ગયા હતા . ત્યારે તાબડતોબ મુસ્લિમ યુવાન ઇમરાન જ્યોતિબેનને દવાખાને લઈ ગયો હતો. ત્યાર પછી ઇમરાનને જ્યોતિબેન સાથે કુદરતી માતા જેવો લગાવ બંધાઈ ગયો જેથી ઇમરાન માનવતા અને નિસ્વાર્થ ભાવે જ્યોતિબેનની સેવા ચાકરી કરવા લાગ્યો . અને જ્યોતિબેનને પણ ઇમરાન પર વિશ્વાસ આવી ગયો એટલે ઈમરાનનો રોજનો ક્રમ થઈ ગયો.
જ્યોતિબેનને માં સમાન સમજી દવાખાને લઈ જવાના હોય કે અન્ય બીજા કોઈ કામ હોય ત્યારે જ્યોતિબેન સાથે ઇમરાન સાથે સાથે જ હોય . જ્યોતિબેન પણ ઇમરાનને દીકરાથી વિશેષ માનવા લાગ્યા એટલે જ્યોતિબેનને ત્યાં કોઈ પણ પ્રસંગ હોય ઇમરાનને યાદ કરે . આ રીતે ઇમરાને જ્યોતિબેનની પાંચ વરસ સેવા કરી. જ્યોતિબેન પાસે મરણમુડી ૨૦ લાખ રૂપિયા હતા. આ રૂપિયા જ્યોતિબેન જ્યારે બેંકમાં જમા કરાવવા લાગ્યા ત્યારે બેંક મેનેજરે વારસદારનું નામ લખાવવા કહ્યું ત્યારે જ્યોતિબેને નામ આપ્યું કે ઇમરાન મારો વારસદાર છે ત્યારે બેંક મેનેજર મુસ્લિમનું નામ સાંભળી આશ્રયચકિત થઈ ગયા આ રીતે જ્યોતિબેન અને ઇમરાન રહેતા હતા.
જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ જ્યોતિબેનની તબિયત બગડતી ગઈ. પરંતુ ઇમરાન સતત જ્યોતિબેનની સેવા કરતો રહ્યો. અંતે જ્યોતિબેન ખરાબ તબીયતના હિસાબે અવસાન પામ્યા ત્યારે ઇમરાન પોક મુકી મુકીને રડ્યો. અંતિમ સમયે જ્યોતિબેન એ ઇમરાનને તેના હાથે જ અગ્નિદાહ આપવાનું કહ્યું હતું .
જ્યોતિબેનના મૃતદેહ લઈ જવામાં આવ્યો ત્યારે સવાલ થયો કે જ્યોતિબેન અગ્નિદાહ કોણ આપશે? ત્યારે પળના પણ વિલંબ કર્યાં વગર મુસ્લિમ યુવાન ઇમરાન આગળ આવી પોતાના હાથે મુખાગ્નિ આપ્યો. ત્યારે હાજર રહેલા તમામની આંખો ભીની થઈ ગઇ. એટલુ જ નહી ઇમરાને તમામ વિધિ હિંદુ વિધિ પ્રમાણે કરી અને જ્યોતિબેનના અસ્થિ પધારવા જુનાગઢ પધરાવવા ગયો. અને બેસણું પણ રાખ્યું .
જ્યોતિબેનએ બેંકમાં મુકેલા ૨૦ લાખ રૂપિયાનો વારસદાર ઇમરાન જ હતો પરંતુ છેલ્લા પાંચ વરસની પોતાની સેવાને દાગ ના લાગે એટલા માટે ઇમરાને ૧૦ લાખ રૂપિયા સાવરકુંડલામાં નિશુલ્ક ભોજન આપતી સંસ્થા વીરબાઈ ટિફિન સેવા ટ્રસ્ટને આપ્યા તેમ જ હજુ પણ બાકીની રકમ અન્ય સેવાકીય સંસ્થામાં આપવા માંગે છે .
જ્યોતિબેનની સેવા કરનાર ઇમરાન એમ માને છે કે ૨૦ લાખનો માલિક હું થોડો છું?
 મેં તો માની સેવા કરી હતી નિસ્વાર્થ ભાવે જો હું આ રૂપિયા રાખું તો માની સેવા કરેલી એળે જાય. મને દીકરો માનનાર માં ની આત્માને શાંતિ મળે એટલે હું આ પૈસાનું દાન કરું છું 
વર્તમાન સમયે સબંધો એ ભરોસો અને વિશ્વાસ ગુમાવી દીધા છે અને સરેઆમ સબંધોના ખુન થાય છે ત્યારે આ રણમાં મીઠી વીરડી સમાન આ બનાવ હૈયે ઠંડક પહોચાડે છે.
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા 
સુરત  
૮૨૦૦૧૩૧૪૫૫

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો