સુરત અને સુરતીઓનો મિજાજ અને અંદાજ જ કઈ અલગ છે. પહેલા વરસાદે સુરતમાં ખાના ખરાબી કરી નાખી લાખો રૂપિયાનું નુકસાન કર્યું બીજા કોઈ હોય તો માથે હાથ દઈ રડવા બેસી જાય પણ આ તો સુરતની અને સુરતીઓ છે ભાઈ
સુરતમાં સવારે ૮ વાગ્યાથી જોરદાર વરસાદ શરૂ થઈ ગયો હતો. જેના કારણે રસ્તાઓ જાણે નદી બની ગયા હતા સુરતીઓ પોતાના અસ્સલ મિજાજની જેમ પાણી જોવાં નીકળી પડ્યા હતા પોતાના વાહનો કે કાર લઈને સુરતીઓ પોતાના નજીકના વિસ્તારોમાં કેટલું પાણી ભરાયુ છે તે જોવા અને પરિવારને બતાવવા નીકળ્યા હતા.
શહેરમાં વરસાદી માહોલ જામતાં મોજીલા સુરતીઓ પોતાના અસલ પોતાના મનમોજી રંગીન મીજાજમાં દેખાયા હતા વરસાદ પડ્યો એટલે સુરતીઓ માટે ભજીયા વગરનો દિવસ અધુરો ગણાય આજે પણ શહેરમાં ઘરો અને રસ્તાઓ પર ચટાકેદાર ભજીયાની જ્યાફત માણતા સુરતીઓની લાઇન લાગી હતી.
સોમવારે દિવસભર પડેલા ધોધમાર વરસાદ બાદ સાંજે વરસાદે થોડો વિરામ લીધો ત્યારે લોકો પરિવારજનો અને મિત્ર વર્ગ સાથે ફરવા અને ચટપટી વાનગીઓનો આનંદ માણવા નીકળી પડ્યા હતા.
ખાસ કરીને કાંદા બટાકા ટામેટા જેવા શાકભાજી માટે સુરતીઓ શાકમાર્કેટમાં ઉમટી પડ્યા હતા ખરીદી સાથે ભજીયા અને ફરસાણની દુકાનો પર ભીડ જોવા મળી હતી
શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ખાજાની દુકાનોમાં સુરતીઓ જાણે તુટી પડયા હતા. ગરમાગરમ કાંદા, ટામેટા અને રતાળુના ભજીયા બટાકા પુરી ફાફડા વિવિધ વેરાયટીના ખાજા મેળવવા સુરતીઓની લાઇન લાગી ગઈ હતી.
ઘરોમાં પણ પરિવારજનો સાથે લોકો ચાહનો ચુસકી સાથે ભજીયાની મજા માણતા જોવા મળ્યા હતા . વરસાદી મોસમમાટે ભજીયાની મોજ અને સુરતી શોખ એ વાટને સાબીત કરે છે સુરતીઓ મોજ અને મજા માટે કોઈ પણ તક ગુમાવતા નથી.
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત
૮૨૦૦૧૩૧૪૫૫