આપણે એકવીસમી સદીના ૨૫ વરસ પુરા કરી રહ્યા છે. પણ આપણું માનસ હજુ પણ જુનવાણી છે. ક્યાંક દલિતોને લગ્ન દરમિયાન ઘોડા પર બેસવા દેવાતા નથી. કયાક કુવામાંથી પાણી ભરવા દેવાતું નથી. હમણાં ઓરિસ્સાની એક ઘટના સામે આવી છે .
ઓરિસ્સાના રાયગઢ જિલ્લામાંના બેગંગુડા ગામની ઘટના આપણે વિચાર કરતા મુકી દે એવી છે.
આને પણ ભારતમાં આંતરજાતીય લગ્નોને માન્યતા નથી. આવા લગ્નોને કારણે છોકરા છોકરીના પરિવારને ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડે છે એક છોકરીએ બીજો ગામના બીજી જાતિના છોકરા સાથે લગ્ન કર્યા. તેનાથી ગામના લોકો છોકરી અને તેના પરિવારના સામે ગુસ્સે ભરાયા હતા
ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ જાતિના નિયમ તોડવા બદલ છોકરીના પરિવાર પર શુદ્ધિકરણ પ્રક્રિયા કરાવા દબાણ કર્યું હતું
શુદ્ધિકરણ પ્રકિયામાં છોકરીના પરિવારને પ્રાણીઓનું બલિદાન આપવું પડ્યું હતું.
છોકરીના પરિવારના એક બે નહી ચાલીસ ચાલીસ સભ્યોએ પોતાના માથા મુંડન કરાવવા પડ્યા હતા. આંતરજાતિય લગ્નને કારણે ગામના લોકોએ છોકરીના પરિવારનો બહિષ્કાર કર્યો હતો ગામલોકોએ છોકરીના પરિવાર પર દબાણ કર્યું હતું કે જો તેઓ જાતિમાં પાછા ફરવા માંગતા હોય તો તેમણે પ્રાણીઓનું બલિદાન આપવું પડશે અને પછી મુંડન સંસ્કાર કરવા પડશે તેથી ગ્રામજનોના દબાણ હેઠળ છોકરીના પરિવારના સભ્યોએ પ્રાણીઓનું બલિદાન આપ્યું અને મુંડન સંસ્કાર કરાવ્યા. મુંડન વિધિ કરતા એક પરિવારના સભ્યનો વીડિયો પણ સામે આવ્યો છે.
આ ઘટના સામે આવતા અધિકારીઓ તપાસ કરી રહ્યાં છે . જો આ તપાસમાં કોઈ દોષિત જણાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે .
જાતિવાદ અને દુષ્ટ રિવાજો સમાજમાં ઊંડા મુળ ધરાવે છે પ્રેમ લગ્ન જેવા વ્યકિગત નિર્ણય પછી શુદ્ધિકરણ માટે દબાણ કરવું ગેરબંધારણીય છે અને માનવ અધિકારોનું પણ ઉલ્લંઘન છે. બિચારા નિર્દોષ માસૂમ અબોલ પ્રાણીઓનો શું વાક? ચાલીસ સભ્યો જેટલો મોટો પરિવારમાં શું કોઈ પણ શિક્ષિત નહોતું. કોઈએ વિરોધ ના કર્યો ગામલોકો સમાંતર સરકાર ચલાવે છે કોઈ વિરોધ કરી શકતું નથી.
બોલો આવું ક્યાં સુધી ચાલવી લેવું? કોઈએ ને કોઇએ તો આગળ આવવું જ પડશે.
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત
૮૨૦૦૧૩૧૪૫૫