જસદણના ચીફ ઓફિસરની ધંધુકા બદલી: જામજોધપુરથી નવા ચીફ ઓફિસરની પધરામણી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજ્યમાં ચીફ ઓફિસરની બદલીનો ગંજીપો ચિંપાતા જેમાં જસદણના ચીફ ઓફિસર રાજુ શેખની બદલી ધંધુકા બદલી થઈ હતી જ્યારે જામજોધપુરમાં લાંબા સમયથી ફરજ બજાવતા મેહુલ જોધપુરાની બદલી સામાન્ય પ્રકિયા મુજબ થતાં નગરપાલિકાના સભ્યોમાં અનેકવિધ ચર્ચાઓ થઈ રહી છે દરમિયાન જસદણ નગરપાલિકાના કામોની ગેરરીતિ સામે ફાઇટ આપનાર અપક્ષ સભ્ય સુરેશભાઈ નથુભાઈ છાયાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે જસદણ શહેરમાં વિકાસના અનેક કામોમાં ભારે ગેરરીતિ થઈ હતી જેમાં જે બદલી પામેલ ચીફ ઓફિસર રાજુ શેખએ કોન્ટ્રાક્ટરો સામે પગલાં લેવાને બદલે તેમની ફરજ દરમિયાન તેમણે કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયાના બિલોની ચૂકવણી કરી પ્રજાની પરસેવાની કમાણી રૂપે ભરાતા પૈસા રીતસર લૂંટાવી દીધા હતા આમ ભાજપના વિકાસની ચડ્ડી ઉતારી લીધી છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા ન હોય તે
આશ્ચર્ય નહી પણ એક જાતની ગોઠવેલી રમત કહી શકાય સુરેશભાઈ પટેલએ વધુમાં જણાવ્યું હતું કે જેની જામજોધપુરથી જસદણ બદલી થઈ છે તે ચીફ ઓફિસર મેહુલ જોધપુરા ભૂતકાળમાં ભુજ, ભચાઉ, રાપર, માંગરોળ, જામજોધપુર જેવા કેટલાંક ગામોમાં બેખુબીથી ફરજ બજાવી છે પણ તેઓ રાપરમાં નવી નક્કોર જીપમાં કોઈ પણ પ્રકારની મંજૂરી વગર લાખો રૂપિયાનો ખર્ચ ઓડિટ વિભાગએ અમાન્ય ઠેરવ્યો ઉપરાંત એસયુવી કારની ખરીદી સરકારની કોઈ મંજુરી વિના કરી હોવાની સત્તાનો દુરુપયોગ કરી કેટલીક તેમની દબંગાઈ બહાર આવી હતી પણ હાલ જસદણમાં વિકાસના કામો થઈ રહ્યા છે તે બિલકુલ તકલાદી અને ધારાધોરણ વગરના છે શહેરમાં ચોમેર દબાણો સાર્વજનિક પ્લોટ પર અસામાજિક તત્વોનું દબાણ શહેરમાં દબાણને કારણે ટ્રાફિકનું સામ્રાજ્ય કોન્ટ્રાકટરોને નબળા કામના બિલોની ચુકવણી બાંધકામોની ગેરકાયદે મંજૂરી આ અંગે કોઈ પગલાં ભાજપના ૨૫ વર્ષના શાસનમાં લેવાયા નથી ત્યારે નવા ચીફ ઓફિસર પાસે નાગરિકોને ઘણી આશા છે તે ફળશે ખરી? એવો લાખ મણનો સવાલ અંતમા પાલિકાના અપક્ષ સભ્ય સુરેશભાઈ કર્યો હતો.