જસદણમાં જલારામ સત્સંગ હોલ ખાતે ગુરૂવારથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં આગામી તા. ૭ જુલાઈ ગુરુવારથી તા.૧૩ જુલાઈ બુધવાર સુધી શહેરની હરિ સ્ટ્રીટ સાંકડી શેરીમાં આવેલ જલારામ સત્સંગ હોલ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે જે અંગે જલારામ સત્સંગ મંડળના સભ્યો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે કથાની વ્યાસપીઠ પરથી જાણીતા ભાગવતચાર્ય ઈશ્વરચંદ્ર વ્યાસજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે કથાના પ્રારંભે ગુરુવારે સવારે પોથીયાત્રા નીકળી કથા સ્થળે પહોંચી જ્યાં કથાનો પ્રારંભ થશે
કથાનો સમય સવારે ૯ થી ૧૨ બપોરે ૩:૩૦ થી ૬:૩૦ સુધીનો રેહશે જેમાં કથાનો લાભ લેનારની પાણી થી લઈ આરોગ્ય સુધીની કાળજી રાખવામાં આવશે ઉપરાંત કથા દરમિયાન બપોરે ૧૨:૩૦ કલાકે અને સાંજે ૭ કલાકે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે કથા દરમિયાન સવારે ૬ કલાકે પ્રાથના અને સાંજે સુંદરકાંડના પાઠ થશે તા.૧૨ ને મંગળવારના રોજ આખો દિવસ અખંડ રામાયણના પાઠ થશે તા.૧૩ ને બુધવારના રોજ સવારે ૮ કલાકે ગુરુ પુજન કરવામાં આવશે આ કથા અંગે શ્રી જલારામ સત્સંગ મંડળ જસદણ તથા સમસ્ત હરી પરિવાર દ્વારા ભાવિકોને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે અત્રે નોંધનીય છે કે જસદણમાં જલારામ મંદિર ખાતે પરમ પૂજ્ય શ્રી હરિરામબાપા એ ગરીબો અને યાત્રાળુંઓને બન્ને સમય પોષ્ટિક ગરમાગરમ ભોજન મળી રહે તે માટે એક ખાસ વ્યવસ્થા ગોઠવી હતી તે આજે વર્ષો પછી પણ કાર્યરત છે જેનો દરરોજ બહોળી સંખ્યામાં લોકો લાભ લે છે આ ઉપરાંત અખંડ રામધૂન પણ ચાલી રહી છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News