વિંછીયાના થોરિયાળી ગામે દુધ ભરેલ ટેન્કર આડે પડખે: હજારો લીટર દુધ પાણીમાં
વિંછીયા તાલુકાનાં થોરિયાળી ગામની ગોમાં નદીના પુલ પરથી દૂધ ભરેલ એક ટેન્કર નીચે ખાબકતાં હજારો લીટર દૂધ નદીમાં વહી ગયું હતું પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢથી દુધ ભરીને આણંદ જતું આ ટેન્કરના ચાલકે અચાનક કાબુ ગુમાવતા ટેન્કર પુલ નીચે ખાબકતા જેમાં ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો વધુમાં જાણવા મુજબ દૂધ ભરેલ ટેન્કર આણંદ મધર ડેરીનું ખુલવા પામ્યું છે આ અંગે વધું તપાસ વીંછિયા પોલીસ ચલાવી રહી છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News