અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રાજકોટ શહેર જીલ્લાની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા વિનોદભાઈ ગજેરાનું સન્માન

રાજકોટ શહેર જીલ્લાની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા વિનોદભાઈ ગજેરાનું સન્માન
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજકોટ શહેર અને જિલ્લાની અનેક લોકઉપયોગી સંસ્થાઓ સાથે જોડાયેલાં વિનોદભાઈ ગજેરાની તાજેતરમાં આચાર્ય સંઘના પ્રમુખ અને રાજકોટ શૈક્ષણીક સંઘ સંકલન સમિતિના સંયોજક તરીકે સર્વાનુમતે નિયુક્ત કરતાં તેમનું ઠેર ઠેર સન્માન થઈ રહ્યું છે. શિક્ષણ સહિત અનેક સંસ્થાઓમાં નોંધપાત્ર યોગદાન આપનારા વિનોદભાઈ થકી છેવાડાના અનેક વિધાર્થીઓ, લોકોને રાહત મળી છે ત્યારે સંસ્થાના ટ્રસ્ટી ડો. અલ્પાબેન ત્રિવેદી (હેલીબેન) એ વિનોદભાઈનું અભૂતપૂર્વ સન્માન પુસ્તક આપી કર્યું હતું તથા પૂર્વ આચાર્ય ગૌતમભાઈ એ સુતરની આંટી પહેરાવી સન્માન કર્યું હતું. અત્રે નોંધનીય છે કે રાજકોટની લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયના આચાર્ય તરીકે ફરજ બજાવતાં વિનોદભાઈ ગજેરાની ફરજમાં શાળામાં જ્ઞાન મ્હોરી ઉઠ્યું છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું