આટકોટની હોસ્પિટલમાં મહિલાના પેટની સર્જરી, 5 કિલોની ગાંઠ નીકળી
- એક મહિનાથી દર્દથી પીડાતા મહિલાને મળ્યો યાતનામાંથી છુટકારો
જસદણના આટકોટ ખાતે આવેલી કે.ડી.પરવાડીયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં રેશ્માબેન કોચરા (ઉ.વ.35) નામની મહિલાને છેલ્લા એક મહિનાથી પેટમાં ગાંઠ હોવાના લીધે પીડાઈ રહ્યા હતા. આ મહિલાએ અનેક જગ્યાએ બતાવ્યા બાદ પણ પીડામાંથી રાહત ન મળતા તેઓ આ હોસ્પિટલે સારવાર અર્થે દાખલ થયા હતા. બાદમાં હાજર તબીબે તે મહિલાની સોનોગ્રાફી અને સીટીસ્કેન કરતા જાણવા મળ્યું કે તેમના પેટમાં ડાબી બાજુના અંડાશયમાં આશરે 5 કિલોની ગાંઠ છે અને તે ગાંઠ પેટના નીચેના ભાગની નાભી સુધી આવી ગઈ છે.
જેના લીધે તે ગાંઠ મહિલાને પેશાબની નળી ઉપર સતત દબાણ કરતી હોવાથી મહિલાને પેટમાં સતત દુઃખાવો રહ્યા કરતો હતો. જેથી હોસ્પિટલનાડો.હિમલ એસ. રાઠોડ અને તેમની ટીમના ડો.રાહુલ તેમજ આસિસ્ટન્ટની મદદથી મહિલાના પેટમાં રહેલી ગાંઠનું સફળ ઓપરેશન પાર પાડ્યું હતું અને મહિલાને પીડામાંથી છૂટકારો મળ્યો હતો.