રાજકોટ: જેલમાં જ નીકળી તિરંગા યાત્રા, કેદીઓ દેશભક્તિના તાલે ઝૂમ્યા
Tiranga Yatra: રાજકોટ શહેરની મધ્યસ્થ જેલની અંદર જ કેદીઓ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.
આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની દેશભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે આજે રાજકોટની મધ્યસ્થ જેલમાં પણ ભારત માતા કી જયનો નાદ ગુંજ્યો હતો. રાજકોટ શહેરની મધ્યસ્થ જેલની અંદર જ કેદીઓ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.
રાજકોટ મધ્યસ્થ જેલમાં તિરંગા યાત્રા યોજાઇ હતી. પ્રથમ તબક્કામાં 100 જેટલા કેદીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા. રાજકોટ જેલની બેરકમાંથી નીકળેલી તિરંગા યાત્રા જેલના મુખ્ય ગેટ સુધી પહોંચી હતી. કેદીઓ રાષ્ટ્રગાનના સુર સાથે જુમ્યા હતા. આ તિરંગા યાત્રા આજે દિવસ દરમિયાન કુલ 1800 જેટલા કેદીઓ જોડાશે. દિવસ દરમિયાન અલગ અલગ તબક્કામાં તિરંગા યાત્રા કાઢવામાં આવશે. કેદીઓએ પણ જેલની અંદર પોતાનો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો.