જસદણ માર્કેટયાર્ડના પ્રમુખ તરીકે અરવિંદભાઈ તાગડિયા: ચીઠ્ઠીના જોરે ચુંટાયા
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૧
જસદણ માર્કેટયાર્ડમાં આજે પ્રમુખની ચૂંટણીમાં ફરીવાર સહકારી આગેવાન અરવિંદભાઈ ચીઠ્ઠીના જોરે ચૂંટાયા હતા અને બળવાખોર છગનભાઈ શિંગાળાનો પરાજય થયો હતો પ્રાપ્ત વિગતો મુજબ થોડાં મહિના પહેલાં જસદણ માર્કેટયાર્ડની ચુંટણી યોજાય હતી જે અંગે પ્રમુખ ઉપ પ્રમુખની ચુંટણી આજે ગુરુવારે જસદણ માર્કેટયાર્ડ ખાતે યોજવામાં આવતા પ્રમુખ તરીકેનો મેન્ડેટ અરવિંદભાઈ તાગડિયા ના નામના સહકારી આગેવાન અને બિનહરીફ ચુંટાયેલાના નામનો આવેલ પણ કેટલાંક સભ્યોએ અરવિંદભાઈ કોંગ્રેસી છે એવો વિરોધ દર્શાવી સભ્ય છગનભાઈ શિંગાળાએ પ્રમુખ તરીકે ફોર્મ ભરતા દરેક સભ્યોએ બન્ને દાવેદારોને નવ નવ સરખાં મત નીકળ્યાં હતાં પણ વધું બે સરકારના મત આપતાં અરવિંદભાઈ વિજેતા જાહેર થયા હતા જ્યારે ઉપ પ્રમુખ તરીકે પ્રેમજીભાઈ રાજપરા સર્વાનુમત્તે બિનહરિફ ચુંટાયા હતા.
હારેલ જુથના સભ્યોએ જણાવ્યું હતું કે અમે ભાજપ માટે લોહી પાણી એક કરી વર્ષોથી કામ કરીએ છીએ પણ ભાજપએ ચૂંટણી પહેલાં નાટકીય ઢબે સેન્સ લીધી અને પછી મેન્ડેટ અરવિંદભાઈનો કાઢી અમારી સાથે જબરી રમત રમી છે આવનારી પેઢી પણ ભાજપના આગેવાનોને માફ નહી કરે બીજી બાજુ અરવિંદભાઈ તાગડિયા જસદણ યાર્ડના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવતા તેમને સૌરાષ્ટ્રભરના સહકારી આગેવાનોએ પ્રમુખ બન્યાં તે માટે અભિનંદન પાઠવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે જસદણ માર્કેટયાર્ડમાં આ અગાઉ ત્રણવાર પ્રમુખ રહી ચૂક્યા છે. અત્રે નોંધનીય છે કે માર્કેટયાર્ડના આમ તો સહકારી ગણાય છે પણ ચૂંટાયેલા સભ્યો કોઈ ને કોઈ રાજકીય પક્ષ સાથે પ્રત્યેક્ષ પરોક્ષ રીતે જોડાયેલા હોય છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News