અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વિખ્યાત તીર્થધામ ઘેલાં સોમનાથની નવી સમિતિને આવકારતા ઉદ્યોગપતિ વિજયભાઈ રાઠોડ

વિખ્યાત તીર્થધામ ઘેલાં સોમનાથની નવી સમિતિને આવકારતા ઉદ્યોગપતિ વિજયભાઈ રાઠોડ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૬ જસદણ નજીક આવેલા વીંછિયા તાલુકાનાં વિખ્યાત તીર્થધામ ઘેલાં સોમનાથ મહાદેવના મંદિરમાં તાજેતરમાં સરકારે જુદાં જુદાં તાલુકાનાં ૧૪ સભ્યોની પાંચ વર્ષ માટે નિમણુંક કરતાં આ સમિતિને જસદણ જીઆઇડીસી એસોસિએશનના પ્રમુખ વિજયભાઈ રાઠોડ (મો.9601511111) એ આવકારી હતી 
ગુજરાત રાજ્યના રાજ્યપાલના હુકમથી ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના નાયબ સચિવ કે જે જામળીયા એ યાદી બહાર પાડી જેમાં સભ્ય તરીકે રાજકોટ જીલ્લા કલેકટરl નાયબ કલેકટર અને મામલતદાર (જસદણ) આ ઉપરાંત સભ્ય તરીકે મનસુખભાઈ રામાણી (રાજકોટ) ભરતભાઈ જનાણી, નરેશભાઈ પોલરા, અનિલભાઈ મકાણી, (જસદણ) વિજયભાઈ વસાણી,(આટકોટ) હરેશભાઈ કચ્છી (સાણથલી) કમાભાઈ વકાતર (હાથસ ણી) ચંદુભાઈ જાની (ભાડલા) મનસુખભાઈ ડામસિયા (જશાપર) બિપીનભાઈ જસાણી (વીંછિયા) ઘનશ્યામભાઈ લાઘણદા (પીપરડી) પોપટભાઈ અવૈયા (મોટાં જિંઝાવદર) ભોળાભાઈ રબારી (માંડવધાર) ભરતભાઈ રાવલ (ગઢડા) આ ૧૪ સભ્યોની નિમણુંક કરવામાં આવી છે ઘેલાં સોમનાથનો ઇતિહાસ અભૂતપૂર્વ અને ઐતિહાસિક છે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ અહીં મહાદેવને માથું ટેકવવા માટે આવે છે આ સ્થાન વર્ષોથી સરકાર હસ્તક છે અને તે દ્રારા ભાવિકોની પાણી થી લઈ આરોગ્ય સુધીની કાળજી લેવામાં આવે છે આ સમિતિનિ રચના થતાં હવે શ્રદ્ધાળુ માટે વધું વેગવંતો વિકાસ થશે આ સમિતિને ઉદ્યોગપતિ વિજયભાઈ રાઠોડ એ આવકારી સરકારનું સમયસરનું પગલું ગણાવ્યું હતું.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું