જસદણમાં ગઢડિયા બાયપાસ પાસે રાત્રે અસામાજિક તત્વો દ્વારા ચાલુ વિજપોલ તોડી પાડતા લુખ્ખા તત્વો ભાગી ગયેલ અને વીજપોલ તુટી ગયો: કોઈ જાનહાનિ નહી
જસદણના ગઢડિયા બાયપાસ ચોકડી વિસ્તારમાં અચાનક રાત્રે લુખ્ખા તત્વો દ્વારા એક વીજપોલ તુટી પડતાં જાનહાનિ થતી અટકી હતી
આ અંગે સ્થાનિકોએ પીજીવીસીએલને રજુઆત કરતાં વીજ કર્મચારીઓએ ત્રણ કલાકની સખત મહેનત બાદ આ જગ્યા પર તાત્કાલિક ધોરણે બીજી વીજપોલ ઊભો કરી વીજ પુરવઠો પુન શરૂ કર્યો હતો
સતત ધમધમતાં ગઢડિયા બાયપાસ ચોકડી પાસે અચાનક વીજપોલ ધરાશાય થઈ જતાં સ્થાનિક દુકાનદારો ગ્રાહકો અને રાહદારીઓમાં ભય સાથે અફડા તફડી સર્જાય હતી
અને રોડ પર વીજતાર આવી જતાં તાત્કાલિક સ્થાનિકોએ વ્યવહાર અટકાવી વીજ કંપનીને જાણ કરતાં તેમણે વીજ પુરવઠો બંધ કર્યા બાદ અવરજવર શરૂ કરવામાં આવી હતી વીજપોલ આવારા તત્વો દ્વારા રાત્રે તોડી પડવામાં આવેલ હતો
અને લુખ્ખા તત્વો ભાગી ગયેલ હતા આ લુખા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને કોઈ અકસ્માત માં કોઈ પણ વ્યક્તિને કોઈપણ જાતની જાનહાની થઈ હોત તો જવાબદારી કોની તો આવા લુખ્ખા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અચાનક તુટી જવાનું કારણ અંગે હાલ અનેકવિધ ચર્ચા સાથે મોઢા એટલી વાતો થઈ રહી છે જો કે ત્તંત્રએ તાત્કાલિક વીજપોલ ઊભો કરી દિધો છે પણ તંત્રના નિષ્ઠાવાન અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો દુધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય નહિતર રહસ્ય અકબંધ રહેશે
પટેલ હરિભાઈ વેલજીભાઈ હીરપરા જસદણ
મો.9723499211