WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણની સરકારી હોસ્પિટલ રામભરોસે: હરી હીરપરાનો આક્ષેપ

જસદણની સરકારી હોસ્પિટલ રામભરોસે: હરી હીરપરાનો આક્ષેપ
જસદણની સરકારી હોસ્પિટલ રામભરોસે હોવાનો આક્ષેપ સામાજીક કાર્યકર પટેલ હરિભાઈ વેલજીભાઈ હીરપરા એ કર્યો છે તેમણે જણાવ્યું હતું કે જસદણ સરકારી હોસ્પિટલનો વહીવટ કુવામાં નહી પણ ભાડીયા કુવામાં ગયો હોવાથી જસદણ વીંછિયા તાલુકાના હજજારો દર્દીઓ દરરોજ હેરાન થાય છે 
ત્યારે આ હોસ્પિટલની જીલ્લાના આરોગ્ય તંત્રના અધિકારીઓએ જવાબદારો સામે તપાસ હાથ ધરી કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ હરિભાઈ એ જણાવ્યું હતું કે જસદણની સરકારી હોસ્પિટલ તો અપગ્રેડ કરી પણ દીવસ રાતના મોટાં ભાગનાં કર્મચારીઓ ડોક્ટરો અનિયમિત અને ગેરહાજર રેહતા હોવાથી આ બન્ને તાલુકાના દર્દીઓને દરરોજ હેરાનગતિ વેઠવી પડે છે 
લાંબા સમયથી મોટાભાગના ડોક્ટરો અને મેલ ફિમેલ સ્ટાફ ગમે ત્યારે આવે છે અને ગમે ત્યારે ચાલતી પકડે છે કેટલાંક ડોક્ટરો અને સ્ટાફ તો દર્દીઓ પર ધ્યાન દેવાના બદલે કોઈ પાટિયા સંસ્થાના ડિઝાઇનર કેમેરામેન સામે હોંશે હોંશે ફોટો શેસન કરતાં હોય છે પણ દર્દીઓની પીડા તેમને સમજાતી નથી ખાસ કરીને સ્ટાફમાં કેટલાંય લોકો બબ્બે જગ્યા પર નોકરી કરે છે રાત્રિના ડોક્ટરો અનિયમિત હોય છે આથી સ્ટાફ દર્દીઓને રાજકોટ અથવા ખાનગી હોસ્પિટલમાં ખસેડી દેતાં હોવાથી ગરીબ દર્દીઓની હાલત કફોડી થઈ જાય છે ત્યારે આ બાબતે આરોગ્ય તંત્રના અધિકારીઓ અનિયમિતતા સામે તપાસ કરી પગલાં ભરે એવી માંગ હરીભાઈ એ કરી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો