અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ નગરપાલિકાના નવા ચિફ ઑફિસર તરીકે ચારુંબેન મોરીની નિમણુંક

જસદણ નગરપાલિકાના નવા ચિફ ઑફિસર તરીકે ચારુંબેન મોરીની નિમણુંક
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકામાં હવે મહિલા ચિફ ઑફિસર તરીકે ચારુંબેન મોરી એક બે દિવસમાં ચાર્જ સંભાળશે જસદણ નગરપાલિકામાં લાંબા સમયથી ઇન્ચાર્જ ચીફ ઓફિસરથી ગાડું ગબડતું હતું 
ત્યારે સરકાર દ્વારા ધોરાજીથી ચારુંબેન મોરીને જસદણ મુકવામાં આવતાં તેમને ધારાસભ્ય શ્રી કુવરજીભાઈ મોહનભાઈ બાવળીયા, પુર્વ ધારાસભ્ય શ્રી ડો. ભરતભાઈ ખોડાભાઈ બોઘરા જસદણના પ્રથમ નાગરિક નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અનીતાબેન અલ્પેશભાઈ રૂપારેલિયા નગરપાલિકા પુર્વ પ્રમુખ જીજ્ઞેશભાઈ હીરપરા, અને જસદણ જીઆઇડીસી એસોસિએશન તેમજ શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી વિજયભાઈ જેન્તીભાઈ રાઠોડએ આવકારેલ હતાં ચારુંબેનએ અગાઉ જાફરાબાદમાં બેનમૂન કામગીરી કરી હતી 
ત્યારબાદ ધોરાજીમાં પણ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે અસરકારક કામગીરી સુપેરે નિભાવી હતી હવે તેમની જસદણ બદલી થતાં એક બે દિવસમાં ચાર્જ સંભાળશે એવી શક્યતા છે ત્યારે જસદણ શહેરને લાંબા સમય બાદ કાયમી ધોરણે ચીફ ઓફિસર મળી જતા નગરજનોમાં રાજીપો વ્યક્ત થઈ રહ્યો છે. દરમિયાન જસદણ નગરપાલિકાના પ્રમુખ અનિતાબેનએ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે જસદણ શહેરમાં ભાજપ સરકારની મહેરબાની થકી અવિરત વિકાસના કાર્યોને જબરજસ્ત વેગ મળ્યો છે હવે ટુંકા ગાળામાં શહેરને નગરપાલિકાને પોતાની અલાયદી અઘતન કચેરી મળશે આ અંગે તજવીજ ચાલું છે દરેક વિકાસના કામોમાં નગરપાલિકાના દરેક ચૂંટાયેલા સદસ્યોનો સહકાર મળી રહ્યો છે તે બાબત સોનામાં સુગંધ ભળે એવી વાત છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું