અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમા આગામી વિધાનસભાની ચૂંટણીમાં આદર્શ ઈકો ફ્રેન્ડલી મતદાન મથકને આવકારતા વિજયભાઈ રાઠોડ

જસદણમા આગામી વિધાનસભાની ચૂંટણીમાં આદર્શ ઈકો ફ્રેન્ડલી મતદાન મથકને આવકારતા વિજયભાઈ રાઠોડ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંગે ચૂંટણીતંત્રના જાંબાઝ અધિકારીઓ અને કર્મચારીઓ મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજાય તે અંગે જબરજસ્ત કામગીરી કરી રહયા છે ત્યારે આ સાથે મતદારોમાં મતદાનનો ઉત્સાહ વધારવા માટે તંત્ર દ્વારા આદર્શ અને ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો બનાવવાની કામગીરીને જસદણ જીઆઇડીસી એસોસિએશનના પ્રમુખ વિજયભાઈ જેન્તીભાઈ રાઠોડ (મો.9601511111) એ આવકારી અભિનંદન પાઠવ્યા હતા મતદારોને મતદાનમાં ઉત્સાહ વધે આ અંગે જસદણ વિધાનસભા બેઠકનું ચૂંટણી તંત્ર વિવિઘ પ્રયાસો કરી રહ્યું છે એનાં ભાગરૂપે જસદણના ચિત્તલીયા ગામે ઈકો ફ્રેન્ડલી અને જસદણની ડી એસ વી કે હાઈસ્કુલમાં આદર્શ મતદાન મથક તૈયાર થશે જેથી મતદારોનો ઉત્સાહ વધશે આ અંગે તંત્ર દ્વારા તૈયારીઓ થઈ રહી છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું