અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ વીંછિયા પંથકના મતદારો મતદાનની ફરજ અચૂક નિભાવજો: હુસામુદ્દીન કપાસી

જસદણ વીંછિયા પંથકના મતદારો મતદાનની ફરજ અચૂક નિભાવજો: હુસામુદ્દીન કપાસી
ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનમાં આજે ચૂંટણી પ્રચારના ભેર ભૂંગળ શાંત થયાં છે એમાંય ખાસ કરીને આ વખતે ચૂંટણી લડાઈ કસોકસની છે મતદારોએ રાબેતા મુજબ જ મન અકળ રાખ્યું છે ત્યારે પ્રથમ તબક્કામાં જસદણ વિધાનસભા બેઠકની ચૂંટણીનું ગુરૂવારે મતદાન છે આ મતદાનમાં નાગરીકો પોતાનો કિંમતી સમય કાઢીને પણ અચૂક મતદાન કરે એવી અપીલ પત્રકાર હુસામુદ્દીન કપાસીએ કરી છે તેમણે જણાવ્યું હતું કે ઇસ્વીસન ૨૦૧૨ બાદ વિધાનસભાની ચૂંટણીમાં મતદારો એક ખરાં અર્થમાં નિરાશ રહ્યાં છે ત્યારે કોઇપણ ખોટી લાલચ વહેમમાં પડ્યાં વિના આળસ કર્યા વગર લોકશાહીને જીવંત રાખવા ૧૦૦ ટકા મતદાન કરે તે થકી લોકશાહીની પ્રણાલિકા વધું મજબુત બનશે.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું