અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ: ભારતીય સેના દ્વારા ઉજવાતાં વિજય દિવસની શુભેચ્છા પાઠવતા વિજયભાઈ રાઠોડ

જસદણ: ભારતીય સેના દ્વારા ઉજવાતાં વિજય દિવસની શુભેચ્છા પાઠવતા વિજયભાઈ રાઠોડ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ભારતીય સેના દ્વારા શુક્રવારે વિજય દીવસ મનાવવામાં આવશે આ દિવસની જસદણ યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ શ્રી વિજયભાઈ રાઠોડએ શુભેચ્છા પાઠવી હતી તેમણે જણાવ્યું હતું કે ૧૯૭૧ અને ૧૬ ડિસેમ્બરના રોજ દેશના બહાદુર સૈનિકોએ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનને ધુળ ચાટતું કરી દીધું હતું ત્યારે પાકિસ્તાનના ૯૩ હજાર સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હતું તેથી આ દિવસને ભારતીય સેના વિજય દીવસ તરીકે ઉજવે છે ત્યારે વિજયભાઈ રાઠોડએ ભારતીય સેનાને પોતાની વીરતા અંગે સલામી પાઠવી અને જણાવ્યું હતું કે આજે પણ દેશના કરોડો લોકોની સુરક્ષા માટે સૈનિકો દેશની સરહદો પર જીવના જોખમે આપણી રક્ષા કરી રહ્યા છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
વધુ નવું વધુ જૂનું