અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ઘેલાં સોમનાથ મંદિરમાં સભ્યપદે વિજયભાઈ રાઠોડને મુકવા માંગણી

  •  ઘેલાં સોમનાથ મંદિરમાં સભ્યપદે વિજયભાઈ રાઠોડને મુકવા માંગણી

ઘેલાં સોમનાથ મંદિરમાં સભ્યપદે વિજયભાઈ રાઠોડને મુકવા માંગણી

જસદણ નજીક આવેલ વિખ્યાત તિર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મંદિરમાં દરરોજ દેશભરના ભાવિકોની અવરજવર રહે છે 

ભવ્ય ઇતિહાસને ઉજાગર કરતું મહત્વનું આ ધાર્મિક સ્થળ હાલ કલેકટર હસ્તક છે જેમાં જસદણ વીંછિયા પંથકના દરેક સમાજમાંથી એક એક વ્યક્તિને રાજ્ય સરકાર સભ્યપદ આપે છે 

પરંતું  રાજકીય કારણોસર આ વખતે જે સમિતિની નિમણુંક કરવામાં આવી હતી જે હાલ કલેક્ટરએ રદ કરતાં હવે નવી સમિતિમાં જસદણના દરેક સમાજ સાથે જોડાયેલાં યુવા ઉદ્યોગપતિ વિજયભાઈ જેન્તીભાઈ રાઠોડની મુખ્ય સભ્યપદે જો સરકાર ઘેલાં સોમનાથ મંદિરમાં નિમણુંક કરે તો મંદિરએ આવતાં ભાવિકોને ઘણી રાહત મળે હાલ વિજયભાઈનો આ તિર્થધામમાં સમાવેશ કરે એવી માંગણી ચોમેર ઉઠવા પામી છે

 વિજયભાઈ ઘણી સંસ્થાઓ સાથે જીવંત સંપર્કમાં છે તેનાં થકી અનેક લોકોને લાભ મળી રહ્યો છે.

હુસામુદ્દીન કપાસી જસદણ

મો.9924014352


વધુ નવું વધુ જૂનું