અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

કોરોનાને લઈ જસદણ સરકારી હોસ્પિટલમાં મિટિંગ યોજાય

કોરોનાને લઈ જસદણ સરકારી હોસ્પિટલમાં મિટિંગ યોજાય

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ સરકારી હોસ્‍પિટલમાં કોરોના લઈને તંત્ર દ્વારા મીટીંગ યોજાય હતી. જસદણ સરકારી હોસ્‍પિટલમાં ખાતે રોગી કલ્‍યાણ સમિતિ અને તાલુકા હેલ્‍થ વિભાગ અને વહીવટી તંત્રની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.આ આયોજનમાં ખાસ કરીને કોરોના મહામારી આફત આવી રહી છે. ચિંતાજનક વાતાવરણને લઈને જેને લઇ ભાગરૂપે તૈયારી આર ટી પીસી લેબ ઓકસીજન, પ્‍લાન્‍ટ સિવિલ હોસ્‍પિટલમાં બેડ ની તૈયારી કરી રાખી છે. જરૂર પડશે તો વધારે પણ બેડ કરવાની તૈયારી છે. ટેસ્‍ટિંગ સહિતની  તૈયારી કરી  રાખેલ છે. જેની મીટીંગ  જસદણની સિવિલ હોસ્‍પિટલ ખાતે યોજવામાં આવી હતી. જેમાં પ્રાંત અધિકારી, મામલતદાર, હેલ્‍થ ઓફિસર, આરોગ્‍ય વિભાગ નગરપાલિકાના પ્રમુખ સહિતનો સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યા હતા.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું