અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

કોરોના આવી રહ્યો છે કે લાવવામાં આવી રહ્યો છે ?

ભારતમાં ફરી એક વખત સરકાર કોરોનાની વધામણી આપી રહી છે ભારતમાં લગભગ 2 ડોઝ બધા લઈ ચુક્યા છે.હમણાં તારીખ પુરી થઈ જતા લાખો ડોઝ નકામા થઈ જતા નિકાલ કરી દેવામાં આવ્યો બુસ્ટર ડોઝ આપવાનું ચાલુ છે .નિષ્ણાતો જો કુલ વસ્તીના 70 ટકા લોકોએ રસી લઈ લીધી હોય તો કોરોના વધુ અસર કરતો નથી એમ કહે છે અહીં તો 95 ટકા રસીકરણ થઈ ગયું છે એવું ખુદ સરકાર કહે છે પ્રજામાં હાર્ડ કોમિનીતિયુટી વિકસી ગઈ છે હવે ખાસ વાંધો આવે એમ નથી 24 કલાક માસ્ક પહેરી રાખવું શક્ય નથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે ગભરાટ થાય છે .

કોરોના વાસ્તવિકતામાં જેટલો નથી એનાથી 5 ગણો ટી.વી ઉપર અખબારોમાં અને સોશિયલ મીડિયામાં ફેલાઈ ગયો છે. 
આપને હવે સૌથી પહેલા આપના મોબાઈલમાં રોજના જેટલા પણ કોરોનાના સમાચારો કે મેસેજ વિડિઓ આવે તે તરત જ ડીલીટ મારી દેવા મહેરબાની કરશોજી.કોઈ પણ આવા મેસેજ વોટ્સએપ પર ફેસબુક પર કે ઇન્સ્ત્રા પર ફોરવર્ડ બિલકુલ કરશો નહીં 50 ટકા કોરોના આમ જ ચાલ્યો જશે.
આપના અખબારોને મારી ખાસ વિનંતી છે કે કોરોનાને લગતા સમાચારો પ્રથમ પાને મોટા ના છાપો તો ચાલે કે નહી? અંદરના પાને છાપો તો 25 ટકા કોરોનાનો ડર ઓછો થઈ જશે 
હવે આપણે ટી વી .પર કોરોનાને લગતા સમાચારો જોવાનું આજથી જ હમણાંથી બંધ કરી દો .ભૂલેચૂકે કોરોનાના બ્રેકીંગ ન્યુઝ તો જોતા જ નહીં.ટી વી પર સિરિયલો જુવો જુના મસ્ત ગીતો જુવો જુની યાદગાર ફિલ્મો જુવો 25 ટકા કોરોનાનો ડર ઓછો થઈ જશે.
કોરોના પછી અમુક વ્યક્તિને એ .સી ડી .ટી .અમુકને બ્લડ પ્રેશર અમુકને ડાયાબિટીસની તકલીફો શરૂ થઈ છે .અમુકને હજુ રાતે નિરાંતની ઊંઘ આવતી નથી વધુ એક લહેર આપણે કોઈ પણ હિસાબે પરવડે એમ નથી 
સરકાર હવે પહેલાની જેમ ટેલિફોન કંપનીઓને માથાના દુખાવા જેવી કોલર ટ્યુન શરૂ ના કરે તો સરકાર અને ટેલિફોન કંપનીનો બહુ મોટી મહેરબાની ગણાશે .
હમણાં ઉતરાણ સુધી રાતે ઠંડી બપોરે ગરમી રહેશે મોસમના હિસાબે ખાંસી શરદીના કેસો વધશે ગભરાઈ જતા નહી સામાન્ય ખાંસી શરદી રહેશે .વધુ તકલીફો હોય તો તમારા ફેમિલી ડોક્ટરને બતાવી દવા ખાસ લઈ લેવી 
તુલસી ફુદીનો આદુ નાખેલી ચાહ સવાર સાંજ પીવો નાક બંધ રહેતું હોય તો ગરમ પાણીમાં વિક્સ બામ નાખી ઓઢવાનું ઓઢી બાફ લો.શરદી સરળતાથી છુટી થઈ જશે 
ગુજરાતના મોટા શહેરોમાં પતંગ ઉત્સવની ઉજવણી થશે ફ્લાવર શો પણ આવશે કાંકરિયા ફેસ્ટિવલ પણ જાન્યુઆરીમાં થશે પ્રમુખ સ્વામીજીની જન્મશતાબ્દી મહોત્સવ પણ ચાલે છે 26 મી જાન્યુઆરીની ઉજવણી પણ સરકાર મોટા પાયે કરવાની છે .ભાજપની જન આક્રોશ યાત્રા અને રાહુલની ભારત જોડો યાત્રા ચાલુ જ છે ત્યાં સુધી કોરોના ભારતમાં બહુ જોર કરી શકે એમ નથી કોરોના રોગ છે કે કહ્યાગરો નોકર એ જ સમજાતું નથી આવે છે કે ધામધૂમથી લાવવામાં આવે છે તે જ સમજાતું નથી તમને સમજાય તો મને કહેજો 
આપના કરોડપતિ સાંસદો પાસે માસ્કના 10 રૂપિયા પણ નથી સંસદના મુખ્ય પ્રવેશ દરવાજા પર એમને મફત વ્યવસ્થા જરી આપવામાં આવી છે આ સાંસદો જો આ માસ્ક હમેશા પહેરી રાખતા હોય તો એમને ભારત રત્નના હકદાર માનવા.
ભારતમાં કોરોના વેકસીનેસન સારું થયું છે.ભારતમાં રસીકરણ કવરેજ અને ટ્રેડ રેકોડ જોતા ભયભીત થવાની જરૂર નથી એમ કોરોના રસી બનાવનાર આદર પુનાવાલાનું કહેવું છે.
આદરભાઈને મારી વિનંતી છે કે કોરોનાની રસી તમે બનાવી સારું કામ કર્યું તમે 2020 ના માર્ચ મહિનાથી લઈ આજે ડિસેબમર 2022 સુધી કોરોનાની ટેબ્લેટ દવા સીરપ કેમ ના બનાવી ? હજુ પણ બનાવી દો ભારતના અને દુનિયા કરોડો લોકોના આશીર્વાદ મળશે કમાણી પણ થશે નિકાસમાં પણ વિદેશી હૂંડિયામણ પણ મળતા દેશને પણ મદદ થશે 
અબ્બાસભાઈ કૌકાવાલા 
સુરત
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો