અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ નગરપાલિકામાં આજથી વહીવટદારનું સાશન: ડિઝાઇનર રાજકારણીઓને આ સમય માફક આવશે

જસદણ નગરપાલિકામાં આજથી વહીવટદારનું સાશન: ડિઝાઇનર રાજકારણીઓને આ સમય માફક આવશે

જસદણ નગરપાલિકામાં ચૂંટાયેલી બોડી નીમુદત પૂર્ણ થતા તારીખ ૨૪ શુક્રવારના રોજ ચૂંટાયેલી બોડીનું શાસન પૂર્ણ થયેલ છે. આજથી જસદણ નગરપાલિકામાં વહીવટદારનું શાસન આવી ગયું છે
ગુજરાતમાં ૧૫૦થી વધુ નગરપાલિકાઓમાં ચૂંટણીઓ આવી રહી હતી પરંતુ હાઇકોર્ટના ઓબીસી પંચ બાબતે કેશ ચાલી રહ્યો છે જેના અનુસંધાને ચૂંટણી પાછી ઠેલવાતા ગુજરાતની ૧૫૦ થી વધુ તમામ નગરપાલિકાઓની મુદત પણ પૂર્ણ થઈ ગઈ છે તેમની સાથે જસદણ નગરપાલિકામાં પણ મુદત પૂર્ણ થઈ જતા ગઈકાલ શુક્રવારથી શાસક પક્ષોની ચૂંટાયેલી બોડીના તમામ સભ્યોની પુર્ણ થઈ ગઈ છે ઓબીસી પંચ બાબતે જ્યાં સુધી ઉકેલ નહી આવે ત્યાં સુઘી ચૂંટણી પાછી ઠેલાઈ છે પણ ત્યાં સુઘી ડિઝાઇનર રાજકારણીઓને આ સમય માફક આવશે કે કેમ તે તરફ લોકોની મીટ મંડાઇ છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું