અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ નજીક આવેલા વિખ્યાત તીર્થધામ ઘેલાં સોમનાથનો સર્વાગી વિકાસ થશે

જસદણ નજીક આવેલા વિખ્યાત તીર્થધામ ઘેલાં સોમનાથનો સર્વાગી વિકાસ થશે

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જિલ્લા કલેક્‍ટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્‍યક્ષસ્‍થાને રાજકોટ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જસદણમાં આવેલા ઐતિહાસિક ઘેલા સોમનાથ મંદિરનો સર્વાંગી વિકાસ કરવા પર ભાર મુકવામાં આવ્‍યો હતો.
આ ઉપરાંત ઓસમ ડુંગર પર એડવેન્‍ચર સ્‍પોર્ટસ સાથે વિવિધતા સુવિધાઓ વિકસાવવા વિષે ચર્ચા કરવામાં આવી હતી. કલેક્‍ટર કચેરી ખાતે આયોજિત બેઠકમાં જસદણના પ્રાંત અધિકારીશ્રી રાજેશ આલએ ઘેલા સોમનાથ મંદિરમાં તેમજ પરિસરમાં જરૂરી રીપેરિંગ, નવું પેવિંગ, પ્રદક્ષિણા પથ તૈયાર કરવા, ધજા ચઢાવી શકાય તેવી વ્‍યવસ્‍થા, લાઇટ એન્‍ડ સાઉન્‍ડ શો, યજ્ઞશાળાનો વિકાસ, મંદિર પાસેના ત્રિવેણી ઘાટ તેમજ ગૌશાળાનો વિકાસ, ઘેલો નદી ખાતે પિતૃઓની તર્પણ સહિતની વિધિ થઈ શકે તે માટે સ્‍નાનઘાટ તૈયાર કરવા, વેબસાઈટને અદ્યતન બનાવવા સહિતના વિકાસકામો અંગે અહેવાલ રજૂ કર્યો હતો.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું