જસદણમાં આગામી શનિવારે પાટીદાર ભવન ખાતે સરકારી હોસ્પીટલ દ્વારા આયુષ મેળો
હુસામુદ્દીન કપાસી જસદણ
આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ હરદિન હર ઘર આયુર્વેદ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામકશ્રી આયુષ કચેરી ગાંધીનગર, રાજકોટ જિલ્લા પંચાયત કચેરી અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ- રાજકોટ દ્વારા તા.૪ના શનિવારે સવારે ૯ થી ૫ વાગ્યા સુધી જસદણ (પાટીદાર ભવન, આટકોટ રોડ) ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
સમારંભના અધ્યક્ષસ્થાને મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ અતિથિ વિશેષ તરીકે શ્રી ભુપતભાઈ બોદર (રાજકોટ જિલ્લા પંચાયત , પ્રમુખ), શ્રીમતિ સવિતાબેન વાસાણી (રાજકોટ જિલ્લા પંચાયત- ઉપપ્રમુખ), શ્રીમતિ જયોત્સનાબેન પાનસુરીયા, શ્રીમતિ દક્ષાબેન રાદડીયા, શ્રી મનસુખભાઈ સાકરીયા, શ્રીમતી શારદાબેન ધડુક, શ્રી વિનુભાઈ મેણીયા, શ્રી ખોડાભાઈ દુધરેજીયા અને શ્રીમતી વનીબેન માલકીયા ઉપસ્થિત રહેશે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352