જસદણના કનેસરા ગામે નશામા ધૂત પિતાએ પુત્રનું ઢીમ ઢાળી દીધું
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ તાલુકાના કનેસરા ગામમાં નશામા ધૂત પિતાએ પુત્રને મોતને ઘાટ ઉતાર્યાની ઘટનાએ ચકચાર મચી જવા પામી છે. જેમાં દારૂડિયા પિતા સાથે ઝઘડો કરતા રત્ના કલાકાર પુત્રને માથામાં બોથડ પદાર્થનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
રત્ન કલાકાર યુવાનને તેના જ પિતાએ માથામાં બોથડ પદાર્થનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણ તાલુકાના કનેસરા ગામે રહેતા અને હીરા ઘસી પરિવારનું ગુજરાન ચલાવતા મહેશભાઈ બટુકભાઈ કુકડીયા નામના ૨૪ વર્ષના યુવાનો ઇજાગ્રસ્ત હાલતમાં પોતાની વાડીએથી મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પોલીસને જાણતા હતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક મહેશ કુકડીયા અને તેના પિતા બટુક કર્યા વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પિતાએ નશાની હાલતમાં પુત્ર પર બોથડ પદાર્થ વડે હુમલો કરતા તેનું મોત નિપજ્યું હતું. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહને પીએમ અર્થે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો છે.
તસ્વીર સૌજન્ય હુસામુદ્દીન કપાસી જસદણ
Tags:
News