WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

વિંછીયા માં બિનઅધિકૃત બાંધકામનું ડીમોલિશન કરાયું : રૂ.૧૫ થી ૧૭ લાખના મૂલ્યની ૧૨૨૫ ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવાઇ.

વિંછીયા માં બિનઅધિકૃત બાંધકામનું ડીમોલિશન કરાયું : રૂ.૧૫ થી ૧૭ લાખના મૂલ્યની ૧૨૨૫ ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવાઇ.
રાજકોટ વિંછીયા તાલુકામાં વિંછીયાથી રેવાણીયા જવાના જુના રોડની બાજુમાં ઓરી રોડ પરના બસ સ્ટેન્ડની પાછળના ભાગે બિનઅધિકૃત બાંધકામનું વહીવટીતંત્ર દ્વારા ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્વે નંબર ૪૨૯માં સરકારી ખરાબાની આશરે ૧૨૨૫ ચોરસ મીટર જેટલી જમીન પર કરવામાં આવેલ બિનઅધિકૃત બાંધકામનું ડીમોલિશન કરી અંદાજિત રૂ. ૧૫ થી ૧૭ લાખની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
મામલતદારશ્રી અંકિત પટેલે જણાવ્યું હતું કે, પ્રાંત અધિકારીશ્રી રાજેશ આલના માર્ગદર્શન હેઠળ બિનઅધિકૃત બાંધકામનું ડીમોલિશન કરીને સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો