અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

આપણું યુવાધન ઇ સિગારેટના રવાડે ચડી ખોખલું અને નિસ્તેજ બની રહ્યું છે

આપણું યુવાધન ઇ સિગારેટના રવાડે ચડી ખોખલું અને નિસ્તેજ બની રહ્યું છે

આપણું યુવાધન પહેલા માત્ર ચાહ પીતું હતું એક માત્ર ચાહનું વ્યસન હતું.ધીમે ધીમે ફિલ્મો અને ટી.વી .પર આવતી ફિલમ સ્ટાર્સની જાહેરાતથી પ્રભાવિત થઈ ગુટકા ખાવા લાગ્યું ગુટકાથી કેન્સર થાય છે મોઢું પૂરું ખુલતું નથી છતાં ગુટકા ખાધે રાખે છે ગુટકા શરાબ બીડી ડ્રગ્સ પછી હવે યુવાધન ઇ સિગારેટના રવાડે ચઢ્યું છે ઇ સિગારેટ માત્ર શોખ ખાતર ચેન્જ પીનાર યુવાધન ધીમે ધીમે ઇ સિગારેટની નાગચુડમાં ફસાઈ જાય છે 
આપણે ત્યાં કાયદેસર ઇ સિગારેટ પર પ્રતિબંધ છે .પણ શરાબ દારૂ ડ્રગ્સની જેમ ઇ સિગારેટ પણ જોઈએ એટલી જોઈએ તેટલા પ્રમાણમાં મળી રહે છે .
શાળા કોલેજોની બહાર અમુક ચાહની કીટલી પર કે અમુક પાનના ગલ્લે તમને ડ્રગ્સ ઇ સિગારેટ ગમેં ત્યારે મળી જશે.
આપણે વ્યસનોથી યુવાધનને બચાવવા જાગૃત થવું પડશે યુવાઓ સાથે બળથી નહી કળથી કામ લેવું પડશે.ધાકધમકી નહીં સમજાવટથી કામ લેવું પડશે યુવાનોને શાંતિથી સમજાવવા પડશે .વ્યસનની ગંભીરતા સમજાવવી પડશે પય: આ ઇ સિગારેટનો આકાર પણ મનમોહક હોય છે એક સારી પેન કે પરફ્યુમની બોટલ જેવી દેખાતી ખરેખર તો ઇ સિગારેટ હોય છે 
પોતાના સંતાનોની સ્કુલબેગમાં આ ઇ સિગારેટ જોનાર માતાપિતાને શરૂઆતમાં ખબર જ પડતી નથી સમજ જ પડતી નથી કે તેમનું લાડકું સંતાન ઇ સિગારેટનું બંધાણી બની ગયું છે આ ડિવાઇસને વેપ પણ કહે છે.
શાળામાં ભણતો વિદ્યાર્થી હોય કે યુવાન જ્યારે આ સિગારેટનો કશ લે છે તે વખતે એમાંથી સિગારેટની જેમ ધુમાડો નીકળે છે આપની તબિયત અને સ્વાસ્થ્ય પર આની ખુબ જ ખતરનાક અસરો થાય છે 
19 વરસના યુવાનના ફેફસાં 30 વરસથી સિગારેટ પિતા વ્યક્તિ જેટલા ખરાબ થઈ જાય છે 
વધુ ચિંતાની વાત એ છે કે આપણા મહાનગરોમાં આ ઇ સિગારેટનું ચલણ ખુબ જ વધી ગયું છે ચાહની કીટલી પર કે પાનના ગલ્લે કે શાળા કોલેજના દરવાજા પર તમને ઇ સિગારેટ જોઈએ એટલી મળી આવશે.
આ સિગારેટ વેચનાર દુકાનદારોને તેમના ફાયદા તેમના નફાથી મતલબ છે સારું એવું કમાવવાનું મળી જાય છે તેમને આ ઇ સિગારેટ ખરીદનારની ઉમર સાથે કઈ લેવા દેવા છે જ નહી એમને તો બસ રૂપિયાથી કામ છે.
આ ઇ સિગારેટના ચોક્કસ સંખ્યામાં કશ હોય છે જેમ કે 1200 1800 5000 આની કિંમત 600 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીની હોય છે 
આ ઇ સિગારેટમાં ફ્લેવર્ડ નિકોટીન હોવાથી યુવાવર્ગ ખુબ સહેલાઈથી આનો શિકાર બની જાય છે આ ઇ સિગારેટમાં નિકોટીન જ નહી પ્રોપાઈલિન ગલાઇમલ જેવા હાનિકારક તત્વો પણ હોય છે જેનાથી ફેફસાં સંકોચાઈ જાય છે ઉપરાંત છાતીમાં દુઃખવું ઉલટી થવી જેવી તકલીફો પણ થાય છે 
ભારત સરકારે આ ઇ સિગારેટના ઉત્પાદન આયાત અને વેચાણ પર આખા દેશમાં તાત્કાલીક પ્રતિબંધ મુકવાની ખાસ જરૂર છે સરકારે ખરેખર તો આ ઇ સિગારેટ રાખનાર વેચનાર અને પીનારાઓને પકડી પકડી જેલમાં નાખવા જોઈએ 
આ ઇ સિગારેટમાં ઉપયોગમાં લેવાતા ફ્લેવર્ડ નિકોટીન આપણા હૃદયને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે આ સિગારેટ હાર્ટએટેકનું જોખમ વધારે છે આ સિગારેટ પીવાથી હાર્ટ એટેકનું જોખમ 56 ટકા વધી જાય છે.
વાલીઓ મસ્તાપિતાઓ શિક્ષકો સમજસેવકો આ સિગારેટથી થતા નુકશાન વિશે જાગૃતિ ફેલાવે યુવાધનને ખોખલું અને નિસ્તેજ થતું બચાવી લે એ આજના સમયની માંગ છે .યુવાનોને સારી અને સફળ જિંદગી જીવવી હોય તો આ ઇ સિગારેટ બંધ કરવી જ પડશે.નહી તો હેરાન પરેશાન થઈ રિબાઈ રિબાઈને મરવા માટે તૈયાર રહો. સાવધાન જાગો યુવાનો જાગો જાગૃત થાવ ચકોર થાવ હોંશિયાર થાવ તમારું તમારા પરિવારનું અને આપણા દેશનું ભાવિ તમારા હાથોમાં છે તેજસ્વી ઉજ્જવળ કારકિર્દી તમારી રાહ જોઈ રહી છે સમય સાથે કદમથી કદમ મેળવો આગળ વધો .બસ વધતા જ રહો 
અબ્બાસભાઈ કૌકાવા
વધુ નવું વધુ જૂનું