WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ચોટીલા હાઈવે પર કારે 2 શખસોને અડફેટે લીધા: એક મૃત્યુ, એક ગંભીર

ચોટીલા ચોટીલા હાઈવે પર અકસ્માતની બનાવો છાસવારે બનતા હોય છે અને કેટલાય લોકોએ આવા બનાવોમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.

આવો જ એક બનાવ ચોટીલા હાઇવે ઉપર બન્યો છે જેમાં જામનગરના ચાર મિત્રો હોટલમાં જમવા જવા રસ્તો ક્રોસ કરવા જતા પૂર ઝડપ થી આવતી કારો બે શખસોને અડફેટે લેતા તેમાં આધેડનું મૃત્યુ થયું હતું.
અને એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. જામનગરના તુષારભાઈ લખમશીભાઈ શાહ અને તેમના મિત્રો દીપેનભાઈ શાહ અને કીર્તિ કુમાર દોઢીયા અને ઉત્તમચંદ હરણીયા અમદાવાદ કામ અર્થે ગયા હતા. 

ત્યાંથી પરત આવતા ચોટીલાથી રાજકોટ તરફ જતા દેવગી હોટલ ખાતે જમવા જવા માટે રસ્તો ક્રોસ કરતા રાજકોટ તરફથી આવતી કારના ચાલકે તુષારભાઈ શાહ અને કિર્તીભાઈને પૂર ઝડપે ટક્કર મારી હતી.

જેમાં તુષારભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર મૃત્યુ થયું હતું. તેમના મિત્ર કિર્તીભાઈ ખંભાના અને માથાના ભાગે ઈજાના થતા તેઓને ચોટીલા સરકારી હોસ્પિટલે પ્રાથમિક સારવાર આપી રાજકોટ વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

જ્યારે તુષારભાઈના મૃતદેહને રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરી અકસ્માતની અંગેની પોલીસ કાર્યવાહી તપાસ હાથ ધરવામાં આવી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો