અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વીંછિયા-જસદણમાં સિંચાઇ માટે 5.25 કરોડની રકમ મંજૂર

વીંછિયા-જસદણમાં સિંચાઇ માટે 5.25 કરોડની રકમ મંજૂર

જસદણ જસદણ અને વીંછિયા તાલુકામાં સિંચાઈના કામ ખાસ કરીને નવા ચેકડેમ અને કેનાલ મરામતના કામો માટે 5.25 કરોડની રકમ જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ મંજૂર કરતાં પંથકમાં રાજીપો છવાયો છે. 
જસદણ અને વીંછિયા તાલુકો પાણીની કાયમી અછત વાળા તાલુકાઓ છે, તાલુકાઓમાં પાણીના સંગ્રહ માટે પુરતા ચેકડેમ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી તાલુકાના ખેડુત સહિતના લોકોને ખેતી તથા પીવાના પાણીની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો જેના ઉકેલ માટે ધારાસભ્ય અને જળસંપતિ મંત્રીને રજૂઆતો કરવામાં આવતી હતી. 

રજુઆતના અનુંસંધાને જસદણ તાલુકાના કનેસરા ગામે વીડી બોળીયા સોલીયા હનુમાન સેલુ (ચેકડેમ) પાસે ૩૯ મી લંબાઈ અને ૬ મીટરની ઉંચાઈ વાળા પાકા ચેકડેમ માટે રૂા.50 લાખ અને વિંછીયા તાલુકાના ફુલઝર ગામે ટપકેશ્વર પાસે ૨૭ મીટર લંબાઈ અને ૬ મીટર ઉચાઈના પાકા ચેકડેમ બનાવવા માટે રૂા.50 લાખની રકમ મંજૂર કરી છે. 

વીંછિયા તાલુકામાં મહત્વના ગામોમાં કેનાલ મરામતના કામ કરવા માટેની રજુઆતને ધ્યાને લઈ સનાળા ગામે કેનાલ મરામતના કામ માટે રૂા. ૩૯.૫૫ લાખ, હાથસણી ગામે કેનાલ મરામત માટે રૂા. ૧૮૧.૪૬ લાખ અને દેવધરી કેનાલ મરામતના કામ માટે રૂા.૨૦૯.૫૧ લાખની રકમને સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
સોર્સ: દિવ્યભાસ્કર 
વધુ નવું વધુ જૂનું