અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ઇદે મિલાદ પર્વની સર્વે મુસ્લિમ બિરાદરોને શુભેચ્છા પાઠવતાં સેવાભાવી દુરૈયાબેન મુસાણી

ઇદે મિલાદ પર્વની સર્વે મુસ્લિમ બિરાદરોને શુભેચ્છા પાઠવતાં સેવાભાવી દુરૈયાબેન મુસાણી 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર મોહંમદ મુસ્તફા સાહેબના આગામી જન્મદિન નિમિત્તે સૌરાષ્ટ્રના દરેક મુસ્લિમ બિરાદરોને દાઉદી વ્હોરા સમાજના મહીલા આગેવાન અને સામાજિક કાર્યકર દુરૈયાબેન મુસાણીએ શુભેચ્છા પાઠવી છે તેમણે જણાવ્યું હતું કે દુનિયાભરના ભલભલા મહારથીઓ એમનાં ગુલામ થવાનો દાવો કરે છે એવા હ. મોહંમદ સાહેબે આજીવન અલ્લાહની બંદગી અને લોકોની ભલાઈ કરી હતી તેમનો દરેક સંદેશ હંમેશા માનવતાલક્ષી રહ્યો છે ખાસ કરીને તેમણે એમનાં જીવનમાં ઝીણી ઝીણી બાબતો એવી રીતે ઉતારી કે જો કોઈ એક ટકો પણ ઉપયોગ કરે તો આ પૃથ્વી ઉપર દરેક લોકો સુંદરતાથી જીવન જીવી શકે આવા મહામાનવને દિલથી દિલના ઊંડાણથી અનુસરીએ તો જીવનમાં એક પણ તકલીફ ન રહે છેલ્લે ઇદે મિલાદ અવસરની દરેક મુસ્લિમ બિરાદરોને શુભેચ્છા અને શુભકામના પાઠવી હતી.
વધુ નવું વધુ જૂનું