જસદણ લોહાણા મહાજનએ રાજયનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
સૌરાષ્ટ્રના છેવાડાના લોકોને મદદરૂપ બનનારા વિંછીયાના પારકી છઠ્ઠીના જાગતલ બિપીનભાઈ જસાણીને તાજેતરમાં રાજ્ય સરકારે વિખ્યાત તીર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવ મંદિરના નવા ટ્રસ્ટી તરીકે નિમણુંક કરતાં આ અંગે જસદણ લોહાણા મહાજનએ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો
પત્રમાં લોહાણા મહાજનએ જણાવ્યું હતું કે વીંછિયાના
અમારાં સમાજનાં બિપીનભાઈ કાંતિલાલ જસાણીની પવિત્ર યાત્રાધામ શ્રી ઘેલાં સોમનાથમાં ટ્રસ્ટી તરીકે નિમણુંક કરી તે બદલ જસદણ લોહાણા મહાજન આપનો આભાર વ્યક્ત કરીએ છીએ અત્રે નોંધનીય છે કે બિપીનભાઈ ઘણાં સેવાકીય ટ્રસ્ટો સાથે વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરે છે ખાસ કરીને તેમણે સેવાને પડદા પાછળ રાખી જાહેરમાં દેખાડો કર્યોં નથી તે જસદણ વીંછિયા પંથકમાં તો ઠીક પરંતુ સૌરાષ્ટ્રમાં તેમનો જોટો જડવો મુશ્કેલ છે
ઉલ્લેખનીય છે કે બિપીનભાઈ થકી અત્યાર સુધીમાં હજજારો ગરીબ લોકોના અંધકારભર્યા જીવનમાં તેમણે એક સાચા અર્થમાં પ્રકાશ રેલાવ્યો છે દરમિયાન બિપીનભાઈ જસાણીએ જણાવ્યું હતું કે મને ઘેલાં સોમનાથ મહાદેવના વધું એકવાર સેવક બનવાનો મોકો મળ્યો હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું આ તકે અમારાં ધારાસભ્ય અને મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ બોઘરા અને સભ્ય બનાવવામાં શામેલ તમામનો આભાર વ્યક્ત કરું છું સભ્ય તરીકેની જવાબદારી નિષ્ઠાપૂર્વક અને ઇમાનદારીથી નિભાવીશ એમ જણાવ્યું હતું.