વિંછીયા: વિંછીયામાં રાજ ગ્રુપ સર્વ જ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટ દ્વારા આયોજિત "હાલોને સૈયર વૃંદાવન" નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ મહોત્સવમાં વિંછીયા તેમજ આજુબાજુના ગામોના અનેક ખેલૈયાઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને માતાજીના ગરબામાં મસ્તી કરતા જોવા મળ્યા.
મહોત્સવના ભાગ રૂપે માતાજીની વિવિધ રીતે પૂજા અર્ચના કરવામાં આવી હતી, અને આ પ્રસંગે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે તેમને પીફરડીના સામાજિક આગેવાન સંજયભાઈ ચૌહાણ દ્વારા સન્માન પત્ર આપવામાં આવ્યા.
આ સમગ્ર આયોજન રાજ ગ્રુપ સર્વ જ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટના સ્થાપક મુકેશભાઈ રાજપરા દ્વારા કરવામાં આવ્યું હતું.