ચોટીલા ચોટીલા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ પરોલીયા, પ્રકાશભાઈ કુકડીયા, ભરતભાઈ ખાચર પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી મળતા ચોટીલા હાઇવે પર મામલતદાર કચેરી પાસે કનૈયા હોટલ 3 રસ્તા પાસેથી મોટરસાઈકલમાં દારૂનો જથ્થો લઈને શખસ પસાર થઈ રહ્યો છે.
આથી વોચ ગોઠવતાં ત્યાંથી મોટરસાઈકલ પસાર થતા તેને ઊભું રખાવતા સવાર ભક્તિરામ દયારામ દેસાણી (રહે.સાયલા તાલુકો ગરાંભડી) પૂછપરછ કરતા તેમજ મોટરસાઈકલ તપાસ કરતા સાઈડમાં થેલામાંથી 34 બિયર ટીન મળી આવ્યા હતા.
તે જથ્થો કોની પાસેથી લાવતા તેમાં કરાડી ગામના રામકુભાઇ દુલાભાઈ પાસેથી લાવવાનું જણાવતા બંને શખસ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.