તમને ખબર છે આપણે પ્રગતિ ઉન્નતિ તરક્કી કેમ કરી શકતા નથી? આપણે સાવ
વાહિયાત વાતો ફાલતુ મુદ્દાઓમાં આપનો કિંમતી સમય બરબાદ કરી દઈએ છીએ. મોબાઈલ આવ્યા પહેલા આપણા બધા કામ આપણું ભોજન આપણી રહેણીકરણી આફલાતુન હતી.
રાતે પરિવારના નાના મોટા તમામ સભ્યો સાથે બેસીને ઘરનું શુદ્ધ અને પૌષ્ટિક ભોજન લેતા હતા. અલકમલકની વાતો થતી હતી. એકમેકનો સહારો અને હૂંફ સાથ સહકાર એકતા સંપ હતો. આજે ઘરના બધા સભ્યોનો જમવાનો સમય અલગ અલગ થઈ ગયો છે. અરે કેટલાક જુવાનિયા તો રોજ બહાર લારી હોટલોમાં કેટલા દિવસનો વાસી અખાદ્ય બિનઆરોગ્યપ્રદ ખોરાક હોંશે હોંશે બે ઘણા ચાર ઘણા રૂપિયા ચુકવી ખાય છે. પરિવારની ભાવના નસ્ટ થઈ ગઈ છે. એક છતના નીચે એક જાતનો અલગાવ આવી ગયો છે.
ઘરના દરેક સભ્યોના મોબાઈલમા લોક હોય છે. પાસવર્ડ વગર માતાપિતા ભાઈ બહેન દીકરા દીકરી કે બીજું કોઈ મોબાઈલ જોઈ શકતું નથી. ભાઈ તમે એવા તો શું કામ કરો છો? એવું તો તમારા મોબાઈલમાં શું છે કે પરિવારના સભ્યો અંગતોથી પણ છુપાવવું પડે.
આજકાલનો નિર્જીવ મોબાઈલ મુઠ્ઠીમાં રહેવાને બદલે આપણે એના ગુલામ થઈ મોબાઈલની મુઠ્ઠીમાં આવી ગયા છે. આપણે મોબાઈલના આદી વ્યસની થઈ ગયા છે. આપણે મોબાઈલની લત લાગી ગઈ છે. મોબાઈલ મોબાઈલમાં આપણે વાંચવું લખવું ખાવાપીવા ઉંઘવા બધું ભુલી ગયા છે
જે વસ્તુની આપણે બિલકુલ જરૂર નથી. અરે આપણા ઘરમાં એ ચીજવસ્તુઓ મુકવાની જગ્યા પણ નથી. એ ચીજવસ્તુઓ ખરીદવા આજે આપણી પાસે રૂપિયા પણ નથી. એ પણ ક્રેડિટ કાર્ડ કે લોન લઈ દેવું કરીને પણ લઈ રહ્યા છે. આવું ગાંડપણ પાગલપન કરવાની કઈ જરૂર ખરી? આવી આંધળી ખરીદી આપણું માસિક બજેટ ખોરવી નાખે છે આપણી માનસિક શાંતિ સુખ ચેનનો ભોગ લઈ લે છે.
આવા નકામા ખર્ચા કરી આપણી બચત આપણો પગાર વાપરી કાઢીએ છે પછી બજારમાંથી ચક્રવૃદ્ધિ વ્યાજે રૂપિયા લઈ મોતના કુવામાં ફસાઈ જઈએ છે.
આપણા ઘરોમાં જરૂર ના હોય તો પણ ચાર પાંચ બાઈક એક્ટિવા હોય છે જેનું મેન્ટન્સ પેટ્રોલ આપણે ભારી પડે છે. આપણા સંતાનો ની જીદ પર એમને મોંઘી બાઈક મોંઘા આઈ ફોન આપવીએ છે. તે સરવાળે આપણે આપણા સંતાનોથી દુર કરી દે છે.
આપણે ભલે ગુજરાતી 10 ચોપડી નાપાસ હોઈએ પણ સંતાનો તો હાઈફાઈ અંગ્રેજી કોલેજમાં જ ભણવા જોઈએ. એમણે પાછા મોંઘાડાટ કોચિંગ ક્લાસમાં મુકવા લાખો રૂપિયા ફી પણ ભરવી પડે એ આપણે કેમ ઝટ સમજાતું નથી.
મહિનાના વધારાના ખર્ચાને પહોંચી વળવા આપણી પત્નીઓને નોકરી કામ કરવા બહાર નીકળવું પડે છે. પરિણામે સંતાનોને સંસ્કાર શિસ્ત નેતિક મૂલ્યોનું સિંચન કરવાનું રહી જાય છે. સંતાનો માતાપિતાથી દુર તથા જાય છે
ફાલતુ કાવાદાવા કાવતરા હિંસા સેક્સ આભાસી બનાવટી સેટ ઝાકળમોલ ચકાચોંધ વાલી સિરિયલો જોઈ આપણે શું મળે છે એ કોઈ કહેશે? આપણું મન મગજ માનસિક સંતુલન હલી જાય છે.24 કલાક અશ્લીલ ડાન્સ વલગર સઁવાદો તારું મારું જોઈ આપણે શું ઉકાળવાના છે?
હજુ પણ સમય છે. સુધરી જાવ સમજી જાવ કોઈ તમને બચાવવા આવવાનું નથી તમારી રક્ષા તમને જાતે જ કરવાની છે નહી તો?
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત
93769 81427