અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ચુડા, પાણશીણા પાસે 2 ટ્રેક્ટર પલટ્યા, 20થી વધુને ઈજા

ચુડા ચુડા મામલતદાર કચેરી અને પાણશીણા ગામના બોર્ડ પાસે 2 ટ્રેક્ટર પલટી ખાઈ ગયા હતા. જેમાં 20થી વધુ શ્રમિક અને ખેત મજૂરોને ઈજા પહોંચી હતી. જોકે કોઈ જાનહાનિ થઈ નહોતી! તા.3 નવેમ્બરે અમદાવાદ-લીંબડી હાઈવે રોડ પર શ્રમિકોને ટ્રોલીમાં બેસાડી પૂરપાટ ઝડપે ટ્રેક્ટર જઈ રહ્યું હતું.
પાણશીણા ગામના પાટિયા પાસે ચાલકે કાબૂ ગુમાવતા ટ્રેક્ટર ટ્રોલી સાથે પલટી ખાઈ ગયું હતું. રોડ નીચે ખાડામાં ટ્રેક્ટર ટ્રોલી સાથે ઊંધુ પડી ગયું હતું. ટ્રોલીમાં બેઠેલા શ્રમિકો નીચે આવી ગયા હતા. બનાવની જાણ થતાં પાણશીણા ગામના સરપંચ મેઘજીભાઈ રવોદરાએ ગ્રામજનો અને જેસીબી મશીન બોલાવી ટ્રોલી નીચે દબાઈ ગયેલા શ્રમિકોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલે મોકલ્યા હતા. 

આ અકસ્માતમાં 18 જેટલા શ્રમિકને ઈજા પહોંચી હતી. તા.5 નવેમ્બરે ચુડા મામલતદાર કચેરી નજીક પૂરઝડપે જતાં ટ્રેક્ટરના ચાલકે કાબૂ ગુમાવી દીધો હતો. ટ્રેક્ટર ગલોટિયાં ખાઈને રોડ નીચે ખાબક્યુ હતું. અકસ્માતની જાણ થતાં લોકોના ટોળેટોળા બનાવનાં સ્થળે દોડી આવ્યા હતા. ટ્રેક્ટરમાં સવાર લોકોને બહાર કાઢી સારવાર માટે આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા.
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો