હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
સમગ્ર હિન્દુ સમાજમાં નૂતન વર્ષ અને ભાઈબીજ પછી આવતું પર્વ લાભ પાંચમનું ઘણું મહત્વ છે જસદણમાં આજે બુધવારે વહેલી સવારથી વેપારીઓએ આસ્થા સાથે પોતાનો વેપાર શરૂ કર્યો અને વિવિધ કારખાનેદારો એ પણ લાભ પાંચમનુ મૂર્હુત સાચવી લીધું હતું.
હીરા બજારમાં મંદી હોવાથી આ વર્ષે કારખાનાંઓ થોડાં મોડા ખુલશે પણ આજે માલિકોએ મુહૂર્ત માટે કારખાનાંઓ ખોલી અને બંધ કર્યા હતા આ દિવસની શરૂઆત સમૃદ્ધિ અને સફળતાને આવકારવાની તક પૂરી પાડે છે ત્યારે સવારે પોતપોતાના ઇષ્ટદેવને યાદ કરી પોતાના ધંધા રોજગાર શરૂ કર્યા હતા દરમિયાન જસદણ જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે આજનો દિવસ એ વ્યવસાયમાં સફળતા વ્યક્તિગત વૃદ્ધિ અને સંપત્તિ સંચય માટે આશીર્વાદ મેળવવાના દીવસે જસદણ શહેરના તમામ નાગરીકોને આ દીવસ લાભ પાંચમની શુભેરછા પાઠવું છું.
ગુજરાતી નવા વર્ષનો પ્રથમ કાર્યકારી દીવસની સૌ જસદણવાસીઓને શુભ કામના અંતમાં વિજયભાઈ એ પાઠવી હતી.